બોલીવૂડ અન્ના સુનિલ શેઠ્ઠીએ ગુજરાતી મુસ્લિમ યુવતી સાથે કર્યા છે લગ્ન

  • January 27, 2023 04:26 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • અથિયા અને રાહુલના લગ્નની વચ્ચે સુનિલ શેઠ્ઠીની લવ સ્ટોરી આવી યાદ
  • પેસ્ટ્રીની દુકાનમાં કાદરી આ છોકરીને જોઇ અન્ના દિલ દઇ બેઠો હતો
  • સુનિલના સસા-સસરા પણ વિશ્વમાં નામના કમાનાર વ્યક્તિત્વ ધરાવે છે



સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ સોમવારે જ તેના ક્રિકેટર બોયફ્રેન્ડ કેએલ રાહુલ સાથે લગ્ન કરી લીધા છે. અથિયા- રાહુલના વેડિંગ ફોટોઝ અને લવ બર્ડ્સના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંનેએ તેમના લગ્નને છેલ્લે સુધી ગુપ્ત રાખ્યા હતા અને લગ્નની વિધિ પૂરી થયા બાદ જ આ કપલ એકબીજાનો હાથ પકડીને મીડિયાની સામે પહોંચ્યા હતા. 

છેલ્લા ઘણા દિવસોથી અથિયા- રાહુલની લવ-સ્ટોરી અને તેમના લગ્નની ચર્ચામાં પણ રહી છે, પરંતુ અથિયાના માતા-પિતા એટલે કે માના શેટ્ટી અને સુનીલ શેટ્ટીની લવ સ્ટોરી પણ એક સમયે ઓછી ચર્ચામાં ન હતી. કારણ કે, બોલીવૂડ એક્ટર સુનિલે ગુજરાતી મુસ્લિમ પરિવારની માના કાદરી સાથે લગ્ન કર્યા હતા. નોંધનીય છે કે સુનિલ શેઠ્ઠી અન્ના તરીકે એટલે સાઉથના એક્ટર તરીકે ફેમસ છે. જ્યારે તેના સંતાનોના નામ અથિયા અને અહાન સાંભળી થોડી નવા લાગતી હતી. હવે ખ્યાલ આવે છે. તેમની માતા આના કાદરી છે.

57 વર્ષીય માનાનું પુરું નામ મોનિશા કાદરી છે. તેની માતાનું નામ વિપુલા કાદરી છે. જે પ્રાઇડ ઇન્ડિયા સેવ ચિલ્ડ્રન સંસ્થાના સ્થાપક છે અને અને પિતા આઇ એમ કાદરી (ઇફ્તિખાર મુસ્તફા હસન કાદરી) છે. જેઓ વિશ્વપ્રસિદ્ધ ભારતી આર્કિટેક્ટ અને સિવિલ એન્જીનિયર છે. 

જ્યારે સુનીલ શેટ્ટીએ માના સાથે લગ્ન કર્યા ત્યારે તેની દરેક જગ્યાએ ચર્ચા થઈ હતી. પરંતુ સુનીલ અને માના પ્રેમની શરૂઆત કેવી રીતે થઈ? તે ઘણાને ખબર નથી. સુનીલ શેટ્ટીની લવ સ્ટોરી પેસ્ટ્રીની દુકાનમાં શરૂ થઈ હતી, જ્યાં અભિનેતાએ માનાને પહેલીવાર જોઇ હતી. તે મોબાઈલનો જમાનો નહોતો, આવી સ્થિતિમાં સૌથી પહેલા તો અભિનેતાએ માનાની બહેન સાથે મિત્રતા કરી હતી. 

પહેલી નજરે જ માનાને પોતાનું દિલ આપી દેનાર સુનીલ શેટ્ટી તેની નજીક જવાના બહાના શોધવા લાગ્યો હતો. માનાની બહેને જ સુનીલને પહેલીવાર તેની સાથે વાત કરાવી હતી. ત્યાર પછી બંને વચ્ચે વાતો વધતી ગઈ અને વાતોની સાથે સાથે નિકટતા પણ વધી ગઈ હતી. 

 1991માં  લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંનેએ લગ્ન કરી લીધા હતા.. સુનીલ તેની પત્નીને ખૂબ પ્રેમ કરે છે અને તેનો પુરાવો તેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. જ્યાં બંનેની જીવનની કેટલીક પળો ફોટો સ્વરૂપે શેર કરવામાં આવી છે.
 
 લગ્નના એક વર્ષ પછી જ માનાએ તેના અને સુનિલના પ્રથમ બાળક અથિયાને જન્મ આપ્યો. જેણે બાદમાં બોલિવૂડમાં એન્ટ્રી કરી અને પોતાની આગવી સ્ટાઈલથી ઘણી હેડલાઈન્સ બનાવી.  માના અને સુનીલ શેટ્ટીને બીજો પુત્ર અહાન શેટ્ટી છે અને તેણે પણ બોલિવૂડમાં એન્ટ્રી કરી છે. અહાને 2021માં બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. બંને ભાઈ બહેન બૉલીવુડમાં પોતાનું સ્થાન જમાવવા સંઘર્ષ કરી રહ્યા છે.
 
અહાન પોતાની પ્રથમ ફિલ્મમાં તારા સુતરિયા સાથે જોવા મળ્યો હતો. ચર્ચા છે કે અહાનને હવે તેની કારકિર્દીની બીજી ફિલ્મ પણ મળી છે, જેનું શૂટિંગ આ વર્ષથી જ શરૂ થશે એવા સમાચાર મળ્યા છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application