રાજકોટ મ્યુનિસિપલ કમિશનર પદે તા.૯-૧૨-૨૦૨૪ના રોજ કાર્યરત થયાના ફક્ત પાંચ જ મહિનામાં તુષાર સુમેરાએ જનરલ બોર્ડમાં એક સાથે સાત ટીપી સ્કિમોની દરખાસ્ત મોકલી ઇતિહાસ સર્જયો છે. રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૨૦ મે ને મંગળવારે સવારે ૧૧ કલાકે મળનારી જનરલ બોર્ડ મિટિંગમાં ઘંટેશ્વરની એક, મોરબી રોડની બે, જુના રાજકોટની એક તેમજ મોટામવાની ત્રણ સહિત કુલ સાત ટીપી સ્કિમોની દરખાસ્ત રજૂ કરી છે. સામાન્ય રીતે ટીપી સ્કિમોની દરખાસ્તો ખૂબ જ ધીમી ગતિએ આગળ ધપતી હોય છે પરંતુ રાજકોટમાં અગ્નિકાંડ બાદ ધીમી પડેલી વિકાસની ગતિને ફરી પુરપાટ ઝડપ આપી છે.
જનરલ બોર્ડ મિટિંગના એજન્ડામાં કુલ ૧૧ દરખાસ્તો છે જેમાંથી સાત દરખાસ્તો તો ટીપી સ્કિમોની છે. એજન્ડામાં રહેલી દરખાસ્તો જોઇએ તો (૧) કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૧૮ રાજકોટમાં સમાવિષ્ટ સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી.રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવા અંગે નિર્ણય કરવા (૨) રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની સૂચિત મુસદારૂપ નગર રચના યોજના નં.૪૬ ઘંટેશ્વર બનાવવા માટે ઈરાદો જાહેર કરવા અંગે નિર્ણય કરવા (૩) પ્રારંભિક નગર રચના યોજના નં.૩૧ રાજકોટમાં રાજકોટ મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા રસ્તા અન્વયેની ફેર કામચલાઉ પુન:રચનાની દરખાસ્તને પરામર્શ આપવા અંગે નિર્ણય કરવા (૪) રાજકોટની આખરી નગર રચના યોજના નં.૧ રાજકોટના અનામત પ્લોટ નં.૧૦૮૫ ને બસ ટર્મિનસના હેતુમાંથી રહેણાંક વેંચાણ હેતુ માટે જમીનનો હેતુફેર(વેરીડ) કરવા સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૧ (રાજકોટ) (દ્વિતીય ફેરફાર) બનાવવા માટે ઈરાદો જાહેર કરવા અંગે નિર્ણય લેવા (૫) કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૩ મોટામવા (રાજકોટ)માં સમાવિષ્ટ સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી.રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવા અંગે નિર્ણય કરવા
(૬) કામચલાઉ પ્રારંભિક નગર રચના યોજના નં.૨૨ મોટા મવા(રાજકોટ)માં સમાવિષ્ટ સમુચિત સત્તામંડળને ફાળવવામાં આવેલ જાહેર હેતુના અંતિમ ખંડો તથા ટી.પી.રસ્તાની દરખાસ્તને પરામર્શ આપવા અંગે નિર્ણય કરવા (૭) રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની સૂચિત મુસદ્દારૂપ નગર રચના યોજના નં.૪૪ (મોટા મવા) બનાવવા માટે ઇરાદો જાહેર કરવા અંગે નિર્ણય લેવા સહિતની દરખાસ્તો સમાવિષ્ટ છે.
ચૂંટણી વર્ષમાં નામકરણની ત્રણ દરખાસ્તો
(૧) શહેરના વોર્ડ નં.૪માં જુના મોરબી રોડ વચ્ચે આવેલ ૫૦ ફૂટ રોડ ડી-માર્ટથી આર.કે. ડ્રીમલેન્ડ સુધીના માર્ગને વાઘજીભાઈ તળશીભાઈ લુણાગરીયા નામકરણ કરવા દરખાસ્ત રજૂ કરાઇ છે.
(૨) શહેરના વોર્ડ નં.૪માં કુવાડવા રોડથી જુના મોરબી રોડ વચ્ચે આવેલ ૫૦ ફૂટ રોડના ચોકને પ્રભા ચોક નામકરણ કરવા દરખાસ્ત રજૂ કરાઇ છે.
(૩) શહેરના વોર્ડ નં.૫માં બ્રાહ્મણીયાપરા મેઈન રોડ, ગોવિંદબાગ શાક માર્કેટ પાસે વોર્ડ નં.૫ની વોર્ડ ઓફિસ વાળા ચોકને શ્રી રંગીલા હનુમાનજી ચોક નામકરણ કરવા દરખાસ્ત રજૂ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુના સાંબામાં ડ્રોન દેખાયા, ભારતે તોડી પાડ્યા, જલંધરમાં પણ દેખાયા ડ્રોન
May 12, 2025 10:34 PMન્યૂક્લિયર બ્લેકમેઇલિંગ નહીં સહન કરે ભારત: વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનને આપ્યો કડક સંદેશ
May 12, 2025 09:03 PM'યુદ્ધવિરામ નહીં તો વેપાર નહીં', ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ટ્રમ્પનું મોટું નિવેદન
May 12, 2025 07:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech