રાજકોટમાં બે તરુણીઓની આત્મહત્યા

  • August 16, 2024 11:34 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટએ આત્મહત્યાનું એપી સેન્ટર બની ગયું હોઈ તેમ આપઘાતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે. યુવાનો અને વયોવૃધ્ધની સાથે સાથે સગીરવયના બાળકો પણ ઝેરી દવાઅને ગળા ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી રહ્યાના ચોંકાવનારા બનાવ બની બન્યા છે. રાજકોટના પરસાણાના નગરમાં ૧૪ વર્ષની તરૂણી અને થોરાળામાં ૧૬ વર્ષની તરૂણીએ ઝેરી દવા પી લેતા મોત નીપજયું છે.

બનાવની મળતી વિગત મુજબ જામનગર રોડ પર પરસાણાના નગર–૧૦માં રહેતી ભકિત વિજયભાઈ ટીમાણીયા (ઉ.વ.૧૪)ની તરૂણીએ ગઈકાલે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. પરિવારજનો જોઈ જતા નીચે ઉતારી બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં આક્રદં સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્રારા પ્ર.નગર પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ભકિત બે ભાઈ એક બહેનમાં મોટી હતી અને સત્ય પ્રકાશ સ્કૂલમાં ધો.૯માં અભ્યાસ કરતી હતી. તેના પિતા વિજયભાઈ જામનગર એરફોર્સ કચેરીની કેન્ટીનમાં રસોઈ કામ કરે છે, પુત્રીએ કયાં કારણથી પગલું ભયુ તે અંગે પરિવારજનો પણ જાણતા ન હોઈ પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.

બીજા બનાવમાં થોરાળામાં ન્યુ સર્વેાદય સોસાયટી શેરી નં–૧૦માં રહેતા રમેશભાઈ ગોવાભાઈ વાળાની ૧૬ વર્ષીય પુત્રી ભકિત ગઈકાલે વહેલી સવારે ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લેતા સિવિલમાં ખસેડવામાં આવતા ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના તાફે થોરાળા પોલીસને કરતા પોલીસ સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જરી કાગળો કરી તપાસ હાથ ધરી હતી. ભકિત બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા નંબરે હતી. અને સ્વામિનારાયણ સ્કૂલમાં ધો.૧૧માં અભ્યાસ કરતી હતી. પિતા રમેશભાઈ ડ્રાઇવિંગ કામ કરે છે. તેણીએ કયાં કારણથી પગલું ભયુ એ પરિવારજનોની પૂછપરછમાં જાણી શકાયું નથી આથી થોરાળા પોલીસે તપાસ યથાવત રાખી છે. પુત્રીના મોતથી પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application