હવે મારાથી સહન નથી થતું, સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત

  • May 08, 2024 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આઈ એમ સોરી હું આ કેમ કરું છું મને ખબર નથી, સીએ સુધી પહોંચી હવે હું મૂકી નથી શકતી, હવે મારાથી સહન નથી થતું સ્યુસાઇડ નોટમાં લખી રાજકોટના કોઠારીયા રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતી અને સીએનો અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ઘેરો કલ્પાંત સર્જાયો છે. પ્રાપ્ત વિગત મુજબ કોઠારીયા રોડ પર તિરૂપતિ સોસાયટી-1માં રહેતી માનસી રાજેશભાઈ ગઢીયા (ઉ.વ.21) નામની યુવતિએ આજે સવારે પોતાના ઘરે રૂમમાં પંખામાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. સવારે પરિવારજનો જાગતા પુત્રીને લટકતી હાલતમાં જોઈ 108ને જાણ કરતા 108ની ટીમ સ્થળ પર પહોંચી જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં આક્રંદ છવાયો છે. બનાવની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી યુવતીએ લખેલી સ્યુસાઇડ નોટ કબ્જે કરી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. મૃતક બે ભાઈની એકની એક બહેન હતી અને પિતા પાનની દુકાન ધરાવે છે. યુવતીએ અભ્યાસના ટેન્શનમાં પગલું ભરી લીધું હતું.

સ્યુસાઇડ નોટના અંશો
આઈ એમ સોરીમ મને નથી ખબર હું આ કેમ કરું છું, પણ મારાથી સહન નથી થતું, મમ્મીએ-દાદાએ મને આટલું ભણાવી આટલા સુધી હું પહોંચી શકી, પણ ઘણા સમયથી એવું લાગે છે કે, જે એમને મારા માટે વિચાર્યું એ મારાથી નથી થવાનું, હું ઘણી મહેનત કરું છું, એક્ઝામમાં ફેલ થઇ હતી. તો પણ મને ઘરેથી કોઈએ કાંઈ કીધું નહતું, હું મગજથી થાકી ગઈ છું, એક્ઝામ છે, એના માટે મેં ખુબ મહેનત કરી છે, પણ આખો દિવસ એકલા રહીને હું ઓવરથીકિંગ કરું છું, ફ્યુચરમાંકાંઈ થાય મારાથી તો એ વિચારમાં બીક લાગે છે, મારી મમ્મી થાકી ગઈ છે, હું આવી રીતે નથી જોઈ શકતી, આટલે સુધી હું પહોંચીને સીએ નથી મૂકી શકતી, મને કોઈ પરાણે નથી કરાવતું, હું મારી મરજીથી જ કરું છું, આ બધું મારા દાદા નથી તો કાંઈ નથી એવું લાગે છે, અને મારા બેય ભાઈઓએ મને સપોર્ટ કર્યો છે, ભણાવવામાં મારા માટે જેટલું કરી શકાય એટલું કર્યું છે, મારી તબિયત ખરાબ થવા લાગી છે, આના લીધે મારા ભાઈ અને મમ્મી સામે જોઈને અત્યાર સુધી કાંઈ નહતું કર્યુંમ, પણ હવે મારાથી સહન થતું નથી, આ ડિપ્રેસન છે કે નહીં એ મને નથી ખબર પડતી, મેં ઘણી ટ્રાઈ કરી કે, હું આવું ન વિચારું, મને લાગ્યું એવું હું ભાઈને બધું કહી દવ પણ હિંમત ન થઇ, આઈ એમ સોરી મમ્મી, ભાઈ ડેનિશ, અને ભાઈ ડેનિશ હોય ત્યારે આવો કોઈ વિચાર નહતા આવતા પણ મારા માટે હું આખો દિવસ ભાઈને ઘરે બેસાડી શકતી...



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application