શહેરના ૧૫૦ ફટ રીંગ રોડ પર અયોધ્યા ચોક પાસે આવેલા ઓસ્કાર રેસીડેન્સીમાં રહેતી મોદી સ્કુલમાં ધો. ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી ૧૭ વર્ષની વિધાર્થિનીએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વિધાર્થિનીએ આપઘાત કરતા પૂર્વે એક પેજની અંગ્રેજીમાં સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે હત્પં ડોકટર નહીં બની શકું, તમારા સપના પુરા નહીં કરી શકું, આ સુસાઇડ નોટ પોલીસે કબજે કરી છે. સગીરાના પરિવારજનો તેને ડોકટર બનાવવા ઈચ્છુક હોઈ પરંતુ સગીરા પોતે સારા માર્ક નહીં લાવી શકે તેવી સંભવિત ચિંતામાં હતાશામાં ધકેલાઈ જતા આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. બનાવને યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ એકની એક પુત્રીના આપઘાતથી સગીરાના પરિવારજનો આઘાતમાં સરી પડા છે.
આપઘાતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, અયોધ્યા ચોક પાસે આવેલી પાસે નેત્રમ હોસ્પિટલવાળી શેરીમાં ઓસ્કાર રેસીડેન્સીમાં રહેતી માહી આલોકભાઈ મલકાણ(ઉ.વ ૧૭) નામની સગીરાએ ગઈકાલે રાત્રિના દસેક વાગ્યા આસપાસ ઘરે પોતે ઉપરના મમાં પંખાના હત્પકમાં દોરી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. આ સમયે સગીરાના પિતા નીચેના મમાં સુતા હોય દરમિયાન સગીરાના મોટી માં ઘરે આવતા તેમણે દરવાજો ખખડાવતા ન ખુલતા ઇન્ટરલોક હોય તેને દરવાજો ખોલી બાદમાં માહીના મમાં જતા તેણે ગળાફાંસો ખાઈ લીધો હોવાની જાણ થતા તેઓ આઘાતથી સ્તબ્ધ થઈ ગયા હતા બાદમાં તેમણે બૂમાબૂમ કરતા તેના પિતા પણ દોડી આવ્યા હતા બાદમાં સગીરાને બેભાન હાલતમાં ૧૦૮ મારફત સારવાર માટે હોસ્પિટલ લઈ જતા અહીં ફરજ પરના તબીબે જોઈ તપાસી સગીરાને મૃત જાહેર કરી હતી.બનાવની જાણ થતા યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એન.જે.મસાપુત્રા તથા સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.
આપઘાત કરી લેનાર માહી નામની આ સગીરા મોદી સ્કૂલમાં ધોરણ ૧૨ સાયન્સમાં અભ્યાસ કરતી હતી. સગીરાના પિતા આલોકભાઈ તેના ભાઈ સાથે બિઝનેસ કરે છે.તેમને સંતાનમાં એકની એક પુત્રી માહી હતી.સગીરાએ અંગ્રેજીમાં લખેલી એક પેજની સ્યુસાઇડ નોટમાં તેણે એવું લખ્યું છે કે, હત્પં ડોકટર નહીં બની શકુ,તમારા સપના પુરા નહીં કરી શકું.સગીરાના પરિવારજનો તેને ડોકટર બનાવવા ઇચ્છુક હોય પણ પોતાના સારા માર્કસ નહીં આવે તેવી સંભવિત ચિંતામાં સગીરા ડ્રીપેશનમાં ચાલી ગઇ હતી.અને આ હતાશામાં તેણે આ પગલું ભરી લીધું હોવાનું પ્રાથમિક તપાસ બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.બનાવને લઇ વિધાર્થિનીના પરિવારમાં કલ્પાંત છવાય ગયો હતો.બનાવને લઇ યનિવર્સિટી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech