રાજકોટ :રાજકોટ જાણે આપઘાતનું એપી સેન્ટર બની ગયું હોય તેમ આત્મહત્યાના બનાવો દિવસે ને દિવસે નોંધાઈ રહ્યા છે. આજી જીઆઈડીસીમાં ખોડીયાર નગરમાં ધો.૧૦માં અભ્યાસ કરતી ૧૬ વર્ષની સગીરાએ સરધાર નજીક ઠેબચડા ગામે ૧૫ વર્ષીય સગીરાએ અને હાથીખાનામાં રહેતા મહિલાએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી છે.
રસોઈ બનાવવા માતાએ ઠપકો આપતા ધો.૧૦ની વિધાર્થીનીનો આપઘાત
આજી જીઆઈડીસીમાં ખોડીયાર નગર શેરી નં–૧૬માં રહેતી વસિંતા હસમુખભાઈ માધર (ઉ.વ.૧૬) નામની વિધાર્થીનીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારે ૧૦૮ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ થોરાળા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર પહોંચી જરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર વસિંતા ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી હતી. ગઈકાલે બપોરે ઘરે હતી ત્યારે માતાએ રસોઇ બનાવવા બાબતે કહેતા માતા–પુત્રી વચ્ચે ચડભડ થઇ હતી જેનું લાગી આવતા ફાંસો ખાઈ લીધો હતો.
પતિના અવસાન બાદ પત્નીએ ફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
હાથીખાના શેરી નં–૬ મા રહેતાં ગૌરીબેન મનદીપભાઈ સમતં (ઉ.વ.૫૦) નામના મહિલાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા બેભાન હાલતમા જ ૧૦૮ના ઇએમટીએ મૃત જાહેર કરતા પરિવારમાં શોક છવાયો છે. બનાવ અંગે એ–ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર ગૌરીબેનને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. બે વર્ષ પહેલા પતિનું અવસાન થતા ચિંતામાં ગરકાવ થયા હતા. કેટલાક સમયથી સુનમુન રહેતા હોવાથી ગઈકાલે પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે.
વતનમાં જવા બાબતે માતા–પિતા સાથે ઝગડો થતા પુત્રીએ ટૂંપો ખાધો
દાહોદના બ્રહ્મખેડા ગામ હાલ સરધાર નજીક ઠેબચડા ગામ પાસે દેવરતસિંહ જાડેજાની વાડીમાં પરીવાર સાથે રહેતી રિંકલ કમજીભાઇ પરમાર (ઉ.વ.૧પ) ની સગીરાએ વાડીમાં આવેલી ઓરડીમાં લોખંડના એંગલ સાથે દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. માતા–પિતા વાડીમાં કામ પુર્ણ કરી ઓરડીમાં આવતા પુત્રીને લટકતી હાલતમાં જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ના ઇએમટીએ સ્થળ પર પહોંચી તપાસ કરતા સગીરાને મૃત જાહેર કરીપોલીસને જાણ કરતા આજી ડેમ પોલીસ દોડી ગઈ હતી અને જરી કાર્યવાહી કરી હતી. મૃતક રીંકલ બે ભાઇ અને બે બહેનમાં બીજા નંબરની હતી. તેને વતનમાં જવુ હોઇ તે બાબતે માતા–પિતા સાથે રકઝક થતા લાગી આવતા તેણે આ પગલુ ભર્યુ હોવાનું જાણવા મળ્યું છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સાંઢીયા પુલ પાસે કનસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ દૂર કરતું મનપા
January 18, 2025 06:24 PM108 ટિમની ઈમાનદારીની કાર્યશેલી દર્શાવી
January 18, 2025 06:14 PMજિલ્લા કલેકટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
January 18, 2025 05:54 PMકોલકાતા બળાત્કાર-હત્યા કેસનો આરોપી સંજય રોય કેવી રીતે પકડાયો? CBI કેવી રીતે ગુનો સાબિત કર્યો
January 18, 2025 05:28 PMસૈફ અલી ખાનના હુમલા કેસમાં મુંબઈ પોલીસે મધ્યપ્રદેશથી વધુ એક શંકાસ્પદવ્યક્તિની ધરપકડ કરી
January 18, 2025 04:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech