રાજકોટ જેલમાં પાકા કામના કેદી દ્રારા આપઘાતનો પ્રયાસ

  • September 13, 2024 12:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન પાકા કામના કેદી વૃધ્ધે બીમારીની વધુ પડતી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં.
ભાવનગરના આ શખસે હત્યા કેસમાં સજા પડયા બાદ તે અહીં જેલમાં સજા કાપી રહ્યો હતો.બીમારીથી કંટાળી જઇ આ પગલું ભયુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન જીવરાજ જાદવભાઇ રાઠોડ(ઉ.વ ૭૪) એ ગઇકાલે સાંજે જેલમાં બેરક નં.૩માં બીમારીની વધુ પડતી દવા પી લેતા તેની તબીયત લથડતા તેને જેલ સ્ટાફ દ્રારા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જે અંગેની જાણ થતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરી કાર્યવાહી કરી હતી.
વધુમાં મળતી વિગતો મુજબ, દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર કેદી જીવરાજ રાઠોડ ભાવનગરનો વતની હોવાનું અને તેને હત્યા કેસમાં અદાલતે સજા ફટકાર્યા બાદ તે અહીં રાજકોટ મધ્યસ્થ જેલમાં બંદીવાન છે.સંભવત બીમારથી કંટાળી જઇ તેણે આપઘાતનો પ્રયાસ કર્યેા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ અંગેની જાણ થતા પ્ર.નગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી.
અત્રે ઉલ્લેખનીય રાજકોટ મધ્યસ્થ જેલમાં સમયાંતરે કેદી દ્રારા કાચના ટુકડા ખાઇ બીમારીની વધુ પડતી ટીકડીઓ ખાઇ સહિતના પ્રકારે આપઘાતની કોશિશના બનાવો બનતા રહે છે.
જેલમાં કેદીની માનસિક સ્થિતિ ન બગડે તે માટે જેલ પ્રશાસન દ્રારા જેલના કેદીઓ માટે કાઉન્સેલિંગ કરવામાં આવતું હોય છે અને તેમને આવા વિચારો ન કરવા માટે સમજાવવામાં આવતું હોય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application