- સુહાના ખાન અને અગસ્ત્ય નંદા એક સાથે બોલીવૂડ ડેબ્યુ કરી રહ્યા છે
- સુહાનાએ અન્નાના દીકરાની ગર્લફ્રેન્ડની પાર્ટીમાં ખેંચ્યું સૌનું ધ્યાન
એક તરફ બોલીવૂડ બાદશાહ 4 વર્ષે છપ્પરતોડ કમબેક ફિલ્મ પઠાનને કારણે ચર્ચામાં છે તો બીજી બાજુ તેની દીકરી સુહાના ખાન પણ સિનેરસિકોમાં કુતુહલ જગાવી રહી છે. આમ તો બોલીવૂડના જાણીતા સ્ટારકિડ્સની યાદીમાં શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનનો પણ સમાવેશ થાય જ છે. તે કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. ટુંક સમયમાં બોલીવૂડ ડેબ્યૂ કરવાની છે. કિંગ ખાનની પુત્રી હોવાના કારણે ફેન્સ અને પાપારાઝીની તેના પર ખાસ નજર છે.
હાલમાં સુહાના ખાનનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેમાં તે સુનીલ શેટ્ટીના દીકરા અહાન શેટ્ટીની ગર્લફ્રેન્ડ તાન્યા શ્રોફની બર્થ ડે પાર્ટીમાં હોવાનું જણાય છે. તાન્યા ફેશન ડિઝાઈનર છે. આ વિડીયોમાં સુહાનાએ ઓફ શોલ્ડર ગાઉન પહેર્યું છે અને તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી છે,
વિડીયોમાં તે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદાના દીકરા અગસ્ત્ય નંદા સાથે જોવા મળી રહી છે અને ફેન્સે વિડીયો જોઈને બંનેના બોન્ડિંગ વિશે વાત કરવાનું શરૂ કરી દીધું છે. તાન્યા અને અગસ્ત્ય તેને કારમાં મૂકવા આવે છે અને સુહાના નીકળવા લાગે છે કે તરત જ અગસ્ત્ય તેને ફ્લાઇંગ કિસ આપે છે. સુહાના અને અગસ્ત્ય ઝોયા અખ્તરની ફિલ્મ 'આર્ચી' દ્વારા એક સાથે અભિનયની શરૂઆત કરવા જઈ રહ્યા છે.
વિડીયો સામે આવ્યા બાદ ફેન્સમાં ગોસિપ શરૂ થઇ ગઇ છે. ઘણા લોકોએ આ બંનેને માત્ર સારા મિત્રો ગણાવ્યા છે, પરંતુ ઘણા લોકો તેમના ડેટિંગ વિશે અટકળો લગાવતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સુહાના ખાન, આર્યન ખાન, નવ્યા નવેલી નંદા અને અગસ્ત્ય નંદા બાળપણથી જ એકબીજાના નજીકના મિત્રો છે. તેઓ પ્રસંગોપાત સાથે દેખાતા હોય છે.
તાનિયા શ્રોફની બર્થ ડે પાર્ટી ખૂબ જાજરમાન હતી. આ બર્થ ડે પાર્ટીમાં ઘણા સેલેબ્સના બાળકોએ હાજરી આપી હતી. અર્જુન રામપાલની પુત્રી, આર્યન ખાનથી માંડીને શનાયા કપૂર સુધી અનેક સ્ટારકિડ્સ દેખાયા હતા. પાર્ટી સાથે જોડાયેલા ઘણા વિડીયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech