યુનિફોર્મ સિવિલ કોડ બાબતે પ્રજા પાસેથી સૂચનો મગાવ્યા: તા.૨૪ માર્ચ સુધી સ્વીકારાશે

  • March 05, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગાંધીનગર ખાતે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના દેસાઈની અધ્યક્ષતામાં કોમન સિવિલ કોડ સમિતિની બેઠક મળી હતી આ બેઠકમાં ગુજરાતના રહેવાસીઓને યુનિફોર્મ સિવિલ કોડ અંગે સૂચનો મોકલવા અપીલ કરવામાં આવી છે સૌ કોઈ પોતાના સૂચનો અને મંતવ્ય રજૂ કરી શકે તે માટે ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે આ માટે આગામી તારીખ ૨૪ માર્ચ સુધી સૂચનો મોકલી શકાશે આ માટે વિંિંા:ીભભલીષફફિ.િંશક્ષ પર મંતવ્ય મોકલી શકાશે
આ ઉપરાંત ગાંધીનગરના સેકટર ૧૦ ખાતે આવેલા કર્મયોગી ભવન બ્લોક નંબર ૧ ની એ વીંગના છઠ્ઠા માળે ટપાલ મારફતે પણ સૂચનો મોકલી શકાશે સમિતિ રાય સરકારની વિવિધ આયોગો ધાર્મિક સંસ્થાના પ્રતિનિધિઓ તથા રાજકીય પક્ષો સાથે ચર્ચા પણ કરી અને તેમના સૂચનો અને મંતવ્યો મેળવવામાં આવી રહ્યા છે.
રાય સરકાર દ્રારા સમાન સિવિલ કોડ સમિતિને અહેવાલ રજૂ કરવા વધુ ૪૫ દિવસની મુદત આપવામાં આવી છે.રાય સરકાર દ્રારા તા. ૪૦૨૨૦૨૫ ના ઠરાવથી રાયમાં સમાન સિવિલ કાયદાની આવશ્યકતા ચકાસવા તથા કાયદાનો મુસદ્દો તૈયાર કરવા સમાન સિવિલ કોડ સમિતિની રચના કરવામાં આવી છે.
ગુજરાતના રહેવાસીઓ, સરકારી એજન્સીઓ, બિન–સરકારી સંસ્થાઓ, સામાજિક જૂથો અને સમુદાયો, ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓ સમાન સિવિલ કોડ અંગે વધુમાં વધુ પોતાના સૂચનો–મંતવ્યો રજૂ કરી શકે અને તેને ધ્યાને લઈ સમિતિ કાયદાની આવશ્યકતા ચકાસી કાયદાનો મુસદ્દો તૈયાર કરી શકે તે હેતુથી અહેવાલ રજૂ કરવાની મુદ્દત વધારી આપવા સમિતિ દ્રારા રાય સરકારને રજૂઆત કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ રાય સરકાર દ્રારા તા. ૪૦૩૨૦૨૫ ના ઠરાવથી સમાન સિવિલ કોડ સમિતિને અહેવાલ રજૂ કરવા વધુ ૪૫ દિવસની મુદત આપવામાં આવી છે.
અત્રે ઉલ્લ ેખનીય છે કે, સમિતિ દ્રારા યુસીસી સંદર્ભે સરકારના વિવિધ આયોગો, વિવિધ ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે આજે બેઠકો યોજવામાં હતી. વધુ પ્રતિભાવો મેળવવાના ભાગપે સમિતિ દ્રારા વિવિધ જિલ્લ ાઓની મુલાકાત લઈ સમાન સિવિલ કોડ અંગે અભિપ્રાયો મેળવવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application