રાજકોટ મહાપાલિકાનું વર્ષ 2025-2026નું 150 કરોડના કરબોજ સાથેનું રૂ.3112.29 કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. નવો ફાયર ટેકસ લાગુ કર્યો છે તેમજ મિલકત વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ટેકસમાં વધારો સૂચવ્યો છે.
વિશેષમાં આજે સવારે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સ સંબોધતા કમિશનરએ જણાવ્યું હતું કે લિવેબલ રાજકોટની થીમ ઉપર બજેટ તૈયાર કર્યું છે. ગત વર્ષનું રિવાઈઝ બજેટ 2831.91 કરોડનું રહ્યું છે. જ્યારે આગામી નાણાકીય વર્ષનું બજેટ 3112.29 કરોડનું છે.
કાર્પેટ એરિયાના દરમાં વધારો સૂચવ્યો છે. આવકમાં જમીન વેચાણની આવક 740 કરોડ અને એફએસઆઇ વેચાણ સહિતની આવકનો ટાર્ગેટ 240 કરોડ એ મુજબ ટીપી બ્રાન્ચને કુલ 980 કરોડની આવકનો ટાર્ગેટ અપાયો છે જે કુલ બજેટમાં 33 ટકા છે.
બજેટ વર્ષ 2025-26: રાજકોટ મહાનગરપાલિકા અગત્યના પ્રોજેકટસ વિગત (રૂ.લાખમાં)
બ્રીજ
વોર્ડ નં.4માં આવેલ રાજલક્ષ્મી મેઇન રોડ પર બ્રીજ 300
બિલ્ડીંગ
વોર્ડ નં.18માં કોઠારીયા મેઇન રોડ પર જગ્યા રોકાણ
શાખા માટે ગોડાઉનનું બાંધકામ 350
ફાયર સ્ટેશન
વોર્ડ 15માં ફાયર સ્ટેશન 3300
વોર્ડ નં.1માં સ્માર્ટ સીટી લાઇટ હાઉસની સામે
વોંકળા વાળો ખુણોમાં
ફાયર સ્ટેશન 4200
વોર્ડ નં.12માં તપન હાઇટસમાં ફાયર સ્ટેશન 2300
વોર્ડ 18માં ફાયર સ્ટેશન 3880
વોર્ડ નં.14માં 80 ફુટ રોડ, શેઠ હાઇસ્કુલ
સામે પારડી રોડ પર આવેલ એફ.પી.નં.231માં
નવું ફાયર સ્ટેશન 3000
વોર્ડ નં.17માં વિરાટનગર પારડી રોડ પર ફાયર સ્ટેશન તથા સ્ટાફ કવાટર 3550
વોર્ડ નં.2માં એસ.આઇ.-6માં ફાયર
સ્ટેશન તથા સ્ટાફ કવાર્ટર 2140
બાગ બગીચા
આજી ડેમ રામવન તરફ જવાના
રસ્તે બોટનીકલ ગાર્ડન 345
શહેરમાં ટ્રી મોનીટરીંગ 50
ઇન્ફ્રાસ્ટ્રકચર બ્યુટીફીકેશન
રાજકોટ શહેરના કુવાડવા રોડ, ગોંડલ રોડ
તથા જામનગર રોડ પર પ્રવેશ દ્વાર 200
લાઇબ્રેરી
વોર્ડ નં.10માં નવી લાયબ્રેરી 171
વોર્ડ નં.11માં કણકોટ મેઇન રોડ પર અક્ષર
પ્રાઇમ પાસે લાયબ્રેરી 700
નાલા-પુલ
વોર્ડ નં.18માં કોઠારીયા મેઇન રોડ, રણુજા મંદિર
પાસે તથા કોઠારીયા સ્મશાન પાસે ખોખડદડ
નદી ઉપર બોકસ કલ્વર્ટ 300
કોઠારીયા નદીની પૂર્વે કેશરીનંદન પાસેના
જુના કોઝવેનું નવીનીકરણ 200
રસ્તાના કામ
વોર્ડ નં.11માં વગડ ચોકથી ટીલાળા ચોક
સુધી પાળ રોડને સિમેન્ટ કોંક્રેટ (સીસી) રોડ 700
વોર્ડ નં.9માં ટી.પી. સ્કીમ નં.18 (મુંજકા)
(અંતિમ) કોસ્મોપ્લેક્ષ પાસેથી 150 ફુટ રીંગ રોડને
જોડતો 18.00 મીટર રોડ 800
વોર્ડ નં.9માં ફર્નબાલ્ટથી ઇસ્કોન મંદિર સુધીના
રસ્તાને ડેવલપનું કામ 700
વોર્ડ નં.12માં પુનિતનગરથી રસુલપરા-કાંગશીયાળી
રોડને જોડતા રસ્તાને ડબલ ટ્રેક કરવાનું કામ 500
આરોગ્ય કેન્દ્ર બાંધકામ
વોર્ડ નં.10માં અદ્યતન ફૂડ લેબોરેટરી 350
શાળા બાંધકામ
વોર્ડ નં.10માં આવેલ અમૃત ઘાયલ કોમ્યુનીટી
હોલની બાજુમાં આવેલ અનામત પ્લોટમાં સ્કૂલ 171
વોર્ડ નં.10માં ટી.પી.સ્કીમ નં.5 (નાનામવા),
આર.કે.નગર મેઇન રોડ પર આવેલ અનામત
પ્લોટમાં ઇંગ્લીશ મીડીયમ સ્કુલ 128
વોર્ડ ઓફિસ
વોર્ડ નં.6માં ટી.પી. સ્કીમ નં.7 એફ.પી.
143માં વોર્ડ ઓફિસ 171
વોટરવર્કસના કામ
ન્યારી ફિલ્ટર પ્લાન્ટ ખાતે 25 એમ.એલ.ડી.નો
ફિલ્ટર પ્લાન્ટ 509
ડ્રેનેજના કામ
હયાત 51 એમ.એલ.ડી. સાઇટ પર ખાલી રહેલ
જગ્યા પર 50.00 એમ.એલ.ડી. સુએજ
ટ્રીટમેન્ટ પ્લાન્ટ 500
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech