શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. બપોરે 1 વાગ્યાની આસપાસ સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી લગભગ 214 પોઈન્ટ ઘટ્યો અને સેન્સેક્સ લગભગ 798 પોઈન્ટ ડાઉન 80,575.56 ઉપર ટ્રેડ થયો હતો જયારે નિફ્ટી 24,521.10 પર ટ્રેડ થક્યો હતો. બીએસઈના ટોચના 30 શેરોમાંથી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માત્ર 1 શેરમાં વધારો થઈ રહ્યો છે, બાકીના 29 શેરોમાં ઘટાડો થયો છે. સૌથી મોટો ઘટાડો અદાણી પોર્ટમાં લગભગ 2.54 ટકાનો જોવા મળ્યો છે.
મિડકેપ, સ્મોલકેપ અને નિફ્ટી બેંકમાં પ્રેશરને કારણે શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. હેવીવેઇટ શેરોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આઈટી શેરોમાં પણ વેચવાલી જોવા મળી રહી છે. ઈરાની પેટ્રોલિયમને લઈને અમેરિકામાં અદાણી સામે તપાસ શરૂ થઈ છે, જેના કારણે અદાણીના શેરમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી પોર્ટના શેરમાં લગભગ 3 ટકાનો ઘટાડો થયો છે.
સૌથી મોટો ઘટાડો મિડકેપ શેરોમાં આવ્યો છે, જેમાં યસ બેંકના શેરમાં 10 ટકા, ઓલા ઇલેક્ટ્રિકના શેરમાં 7 ટકા અને સુઝલોન એનર્જીના શેરમાં લગભગ 4 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્મોલ કેપ શેરોમાં, રિલાયન્સ પાવરમાં 4.57 ટકા, આઈએફસીઆઈમાં 3.07 ટકા અને આઈડીબીઆઈ બેંકમાં લગભગ 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
લાર્જ કેપ શેરોમાં, આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલમાં 3.37 ટકા, અદાણી પોર્ટમાં 2.5 ટકા અને અદાણી એનર્જીમાં 2.26 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીએસઈના 4,055 શેરોમાંથી, 1,732 શેરોમાં વધારો જોવા મળ્યો છે. જ્યારે 2,165 શેરોમાં ઘટાડો થયો છે અને 158 શેરોમાં કોઈ ફેરફાર થયો નથી. 237 શેરોમાં ઉપલી સર્કિટ લાગુ પડી છે અને 201 શેરોમાં નીચલી સર્કિટ લાગુ પડી છે. 98 શેર 52-અઠવાડિયાના ઉચ્ચતમ સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે 28 શેર 52-અઠવાડિયાના નીચલા સ્તરે હતા.
બીએસઈ માર્કેટ કેપિટલાઈઝેશનમાં પણ ઘટાડો થયો છે. ગઈકાલે કુલ માર્કેટ કેપ રૂ. ૪૪૫.૫૦ લાખ કરોડ હતી, જે આજે લગભગ ૨ લાખ કરોડ ઘટીને રૂ. ૪૪૩.૫૨ લાખ કરોડ થઈ ગઈ છે.
આજે શેરબજારમાં ઘટાડાનું મુખ્ય કારણ વૈશ્વિક ટેરિફ પર દબાણ છે. આ ઉપરાંત, બીએસઈ પર બધા શેર લાલ નિશાનમાં રહ્યા, ફક્ત એમ એન્ડ એમના શેરમાં તેજી રહી. આ ઉપરાંત, મિડકેપ અને આઈટી શેરોમાં ભારે દબાણ જોવા મળ્યું, રોકાણકારોએ નફો બુક કર્યો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદિગ્જામ સર્કલ પાસે કાર ધડાકાભેર વીજ પોલ સાથે ટકરાઈ
June 05, 2025 11:35 AMજામનગરમાં અધિકારી-ઇન્સ્પેકટર રાજ...! કરદાતાઓને જી.એસ.ટી. રીફંડમાં પગે પાણી
June 05, 2025 11:32 AMઅનુરાગની મેટ્રો ઇન દિનોમાં કંડારાયો બદલાતી પ્રેમકથાઓનો શણગાર
June 05, 2025 11:28 AMઅમિતાભ સાથે સમય વિતાવવા મળે તે માટે રેખાએ ફિલ્મ છોડી, સાઇનિંગ રકમ પછી દીધી
June 05, 2025 11:27 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech