ભારતીય અવકાશ એજન્સી ઈસરો ગગનયાન મિશનની તૈયારીઓમાં વ્યસ્ત છે. આ દરમિયાન ભારતે વધુ એક મોટી છલાંગ લગાવી છે. ઈસરોએ સીઇ–૨૦ ક્રાયોજેનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કયુ. ગયા વર્ષે ઈસરોએ ગગનયાન મિશનની ટેસ્ટ લાઈટ કરી હતી.જેમાં સફળતા મળી હતી.
ભારતીય અવકાશ એજન્સી ઈસરો તેના ગગનયાન મિશન પર કામ કરી રહી છે. ચંદ્રયાન અને આદિત્ય એલ–૧ની સફળતા બાદ આ મિશન ઈસરોને વધુ ઉંચાઈઓ પર લઈ જશે. ગગનયાન ભારતનું પ્રથમ માનવયુકત મિશન હશે. ઈસરોએ ગગનયાન મિશન માટે 'સીઇ–૨૦ ક્રાયોજેનિક એન્જિન' તૈયાર કયુ છે. ઈસરોએ પણ આ એન્જિનનું સફળ પરીક્ષણ કયુ છે. ગગનયાન માનવસહિત અવકાશ મિશન માટે એલ્વીએમ લોન્ચિંગ પેડના 'ક્રાયોજેનિક સ્ટેજ'ને શકિત આપે છે. ઈસરોએ જણાવ્યું હતું કે સીઇ–૨૦ ક્રાયોજેનિક એન્જિન માનવ મિશન માટેના અંતિમ પરીક્ષણોમાં સફળ રહ્યું હતું. એન્જિનનું પરીક્ષણ તેની ક્ષમતા દર્શાવે છે.
સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડિરેકટર એ. રાજરાજને કહ્યું કે અલગ લોન્ચ પેડ તૈયાર કરવામાં સમય લાગે છે. તેથી, બીજા લોન્ચ પેડમાં સુધારણાની કામગીરી કરવામાં આવી રહી છે. દર વખતે યારે આપણે કેટલાક પ્રયોગો કરીએ છીએ ત્યારે અમે કેટલાક નવા ફેરફારો પણ કરીએ છીએ. તેમણે કહ્યું કે આ લગભગ ૨૦૦૦ કરોડ પિયાનું રોકાણ છે. જે પણ રોકેટ અવકાશયાત્રીઓને મોકલશે, તેમાં વધુ સુરક્ષા સુવિધાઓ પણ ઉમેરવામાં આવશે.
અવકાશયાત્રીઓ સમગ્ર સમય ક્રૂ મોડુલમાં રહેશે. આમાં તાપમાન ૨૫ થી ૨૭ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે જાળવવામાં આવશે. કેન્દ્રના અધિકારીઓએ કહ્યું કે મિશન દરમિયાન ઘણી બાબતોને ધ્યાનમાં રાખવાની જર છે. મિશન દરમિયાન ઈંધણ લીક થઈ શકે છે, આવી સ્થિતિમાં રોકેટ પણ વિસ્ફોટ થઈ શકે છે.તેમણે કહ્યું કે ગગનયાન મિશન વર્ષ ૨૦૨૫ સુધીમાં શ કરવામાં આવશે. જો કે, તેના પ્રારંભિક તબક્કાઓ આ વર્ષે એટલે કે ૨૦૨૪ સુધીમાં પૂર્ણ થઈ શકે છે. આમાં અવકાશમાં બે માનવરહિત મિશન મોકલવાનો સમાવેશ થાય છે. યારે આ મિશન સફળ થશે ત્યારે જ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવશે.
૨૦૨૫માં અવકાશયાત્રી સ્પેસસુટ પહેરીને ખાસ પ્લેટફોર્મ દ્રારા લોન્ચપેડ પર જશે
ઈસરોના જણાવ્યા અનુસાર, પ્રથમ માનવરહિત લાઇટ 'એલવીએમ ૩ ૧' માટે ઓળખવામાં આવેલા સીઈ–૨૦ એન્જિને તમામ જરી પરીક્ષણો પાસ કર્યા છે. હવે ઈસરો મિશનના આગળના તબક્કા માટે તૈયાર છે. અગાઉ લોન્ચ પેડની આસપાસ ચાર કિલોમીટરની ત્રિયામાં કોઈ નહોતું.લોન્ચ પેડને સુરક્ષા પૂરી પાડતા સીઆઈએસએફ ના જવાનો પણ ટેક–ઓફના બે કલાક પહેલા તેમની પોસ્ટ છોડી દેતા હતા. પરંતુ ૨૦૨૫માં પ્રથમ વખત ભારતીય અવકાશયાત્રીઓ સ્પેસસુટ પહેરીને ખાસ પ્લેટફોર્મ દ્રારા લોન્ચ પેડ પર પહોંચશે. ઈસરો ૧૯ વર્ષ જૂના લોન્ચ પેડને પણ અપગ્રેડ કરી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટમાં ક્રિકેટનો જંગ: ઇન્ડિયા-ઇંગ્લેન્ડના ખેલાડીઓનું ભવ્ય સ્વાગત, ગરબાની રમઝટથી કાઠિયાવાડી રંગત
January 27, 2025 12:53 AMતેલંગાણા: વારંગલમાં ટ્રકમાંથી ઓટો પર રેલ્વે ટ્રેકના સળિયા પડ્યા, 1 બાળક સહિત 7 લોકોના મોત, 6 ઘાયલ
January 26, 2025 05:14 PMખેડૂતો પોતાની માંગણીઓ પર અડગ, ગણતંત્ર દિવસે પંજાબમાં યોજવામાં આવી ટ્રેક્ટર માર્ચ
January 26, 2025 04:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech