ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક સંકુલ માટે ખરીદ કરેલ 21 હજાર ફૂટ જમીન : ઈંગ્લીશ મીડીયમ અને ગુજરાતી મીડીયમની આધુનિક સંકુલનો લાભ મળશે: મુસ્લિમ સમાજના શિક્ષણના વર્ષો જુના પ્રશ્ર્નનો ટૂંક સમયમાં સુખદ નિવારણ
જુમ્મા મજીદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત જુમ્મા મસ્જીદ પ્રાથમિક કુમાર શાળા, પ્રાથમિક ક્ધયા શાળા, માધ્યમિક શાળા માટેના નવા શૈક્ષણિક સંકુલ બનાવવા માટે જામનગર શહેરના મુસ્લિમ સમાજના તમામ શિક્ષણ પ્રેમી આગેવાનોની તેમજ જાહેર જનતાની મીટીંગ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ સંચાલિત જુમ્મા મસ્જીદ એજ્યુકેશન કમિટી દ્વારા નવા શૈક્ષણિક સંકુલ બનાવવાના સ્થળ કાલાવડ નાકા બહાર, ગરીબ નવાઝ પાર્ક-2 ની આગળ આવેલ લબ્બેક રેસીડેન્સીમાં તા.07/07/2024 ના રોજ સાંજે પ:30 કલાકે જાહેર મીટીંગ રાખવામાં આવેલ હતી.જેમાં જામનગર શહેરના મુસ્લિમ સમાજની જમાતોના પ્રમુખો, જમાતના આગેવાનો, જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રતિનિધિઓ તેમજ અનેક સામાજિક અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ મસ્જીદોના ઇમામો, મોઅઝીનો, તેમજ જામનગર શહેરના મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમની શરૂઆત શેહર-એ-કાઝી જુમ્મા મસ્જીદના ઈમામ મૌલાના સુલેમાન બરકાતીએ કુરઆન પાકની તિલાવતથી કરી હતી. તેમજ આવેલ તમામ મહેમાનોનું શબ્દથી સ્વાગત જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના સેક્રેટરી શેખ ગુલામદસ્તગીરએ કર્યું હતું. આ તકે જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના લીગલ એડવાઇઝર હાજીહસનભાઈ ભંડેરીએ આ સમગ્ર શૈક્ષણિક સંકુલની માહિતી સમાજ સમક્ષ આપી હતી તેમજ આ કાર્યક્રમના મુખ્ય મહેમાન વોર્ડ નં.12 ના કોર્પોરેટર અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અલ્તાફભાઈ ખફીએ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના સભ્યોને અભિનંદન આપ્યા હતા તેમજ આ કાર્યમાં જામનગર શહેરના મુસ્લિમ સમાજના લોકોને દિલ ખોલીને તન-મન-ધન થી મદદ કરવાની અપીલ કરી હતી. તેમજ આવતા દિવસોમાં સમાજને શૈક્ષણિક ક્ષેત્રે વધુ ને વધુ લોક સુવિધા મળે તેવા કર્યો વધુ ને વધુ કરવામાં આવશે. આ મીટીંગનું પ્રમુખ સ્થાન જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અ.રશીદ લુસવાલા એ સભાળેલું આ તકે અલ્તાફભાઈ માડકીયા તેમજ પારસભાઈ મકીમ વિગેરે મિત્રોનું ટ્રસ્ટ બોર્ડ દ્વારા જાહેર સન્માન કરવામાં આવેલ.
તેમજ વર્ષો જુના જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડ અને રુમી પરિવાર વચ્ચે ચાલતા વાલબાઈ મસ્જીદના કોર્ટ વિવાદ પ્રકરણમાં ટ્રસ્ટ બોર્ડ અને સમ્મી પરિવાર વચ્ચે જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ સેકેટરી અને ટ્રસ્ટીઓના અથાગ પ્રયત્નો થી સમાધાન થઇ જતા આજરોજ રુમી પરિવારનું ટ્રસ્ટ બોર્ડ દ્વારા જાહેર સન્માન કરવામાં આવેલ. આ ભવ્ય શૈક્ષણિક સંકુલના નેક કાર્યમાં હાલાઇ મેમણ જમાત દ્વારા રૂપિયા પંદર લાખના ડોનેશનનો ચેક અર્પણ કરવામાં આવેલ તેમજ શહેર સુન્ની પિંજારા જમાત અને તન્ઝીમે ઉલ્માએ મસાજીદ દ્વારા ટ્રસ્ટ બોર્ડના તમામ ટ્રસ્ટીઓનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતમાં આભારવિધિ જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખ હાજી અ.રશીદ લુસવાલા દ્વારા કરવામાં આવી હતી.તેમ જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડના પ્રમુખની યાદીમાં જણાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech