વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં આવેલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું કાર્યક્ષેત્ર પીપળીયા રાજ, કોટડાનાયાણી, પ્રતાપગઢ, નવી કલાવડી, જુની કલાવડી, પાંચ દ્વારકા, અમરસર, અરણીટીંબા અને કોઠારીયા ગામો છે જે લગભગ ૨૫ હજાર જેટલી વસ્તીને આવરે છે. હાલ પીપળીયા રાજ કાર્યરત પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર પાસે પોતાનું મક્ાન નથી. આથી મની વ્યવસ્થા કરવાની માંગ સાથે માજી સરપંચે ડીડીઓને રજુઆત કરી છે.
પીપળીયા રાજ ગામના માજી સરપંચ મહેબુબભાઈએ ડીડીઓને રજુઆત કરી જણાવ્યું છે કે, પીપળીયા રાજ ગામમાં આશરે ૨૦૧૬થી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર શ થયું છે. આજ સુધી ગામની પેટા શાળા-૧ના મમાં ઓપીડી વ્યવસ્થા ચાલુ હતી જે પેટા શાળાના મ ઉપયોગમાં લેવાતા નહોતા જે શિક્ષણ વિભાગ મોરબી તરફથી ઉપયોગમાં લેવા આજ સુધી મંજુરી આપેલ પરંતુ જુન ૨૦૨૪માં તાલુકા પ્રાથમીક શિક્ષણ અધિકારી દ્વારા તાત્કાલીક પ્રાથમીક શાળાના મ ખાલી કરવા આદેશ કર્યો છે. જેથી પેટા શાળાના આચાર્ય દ્વારા પીએચસી સેન્ટરની સામગ્રી દવા બહાર કાઢવામાં આવી પીએચસી સેન્ટરમાં કોઈ મકાન વ્યવસ્થા નથી. જેથી મેડીકલ ઓફિસર દ્વારા ભાડા વગરનું મકાન ગામમાં રાખવા ટેલીફોનીક આદેશ કર્યો હતો. જેથી કોઈ ભાડા વગરનું મકાન ગામમાં મળવું મુશ્કેલ છે. જેથી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર માટે મની વ્યવસ્થા કરવા માંગ કરી છે.
પીપળીયા રાજના માજી સરપંચ મહેબુબભાઈએ આપેલી માહિતી મુજબ પીએચસીનું મકાન મંજુર થઈ ગયું હતું પરંતુ અરણીટીંબાના બોર્ડ પાસે ત્યારે ફાળવાયેલી જમીન પર વિવાદ ઉભો થતાં કોન્ટ્રાકટર કામ શ કરી શકેલ નહી. જો કે, હવે પીઆઈયુ ખાતા તરફથી વિવાદ સુલઝાવી જમીન ફરતે ફેન્સીંગ પણ કરી દેવાઈ છે. હવે આ ખાતા તરફથી ૨૫ હજારની વસ્તીને અસરકર્તા પીએચસીના મકાન બાબતે વહેલી તકે કાર્યવાહી આગળ વધે એવું લોકો ઈચ્છી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરાઈ
April 03, 2025 03:39 PMકુંભારવાડામાં લોખંડના ભંગારની દુકાનમાં ચોરી
April 03, 2025 03:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech