દુબઈ ખાતે યોજાનારી વિવિધ પ્રોજેક્ટ સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ
તાજેતરમાં રાજધાની દિલ્હીનાં ગુરૂગ્રામમાં યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની કોડેવર - ૫.૦ સ્પર્ધામાં ટેક્નોલોજી એન્ડ ઇનોવેશન ક્ષેત્રે કાર્યરત દેશભરની એજ્યુકેશનલ સંસ્થાઓએ ભાગ લીધો હતો જેમાં જામનગરની રોબોફન લેબ દ્વારા પણ વિવિધ કેટેગરીમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
એલીમેન્ટ્રી કેટેગરીમાં ટીમ બ્રેઇની બીસનાં જિયાન શાહ, નવ્યા ગલૈયા તથા વિયોના શાહે રજૂ કરેલ 'ઓટોનોમસ સોલાર પેનલ ક્લિનર' પ્રોજેક્ટે સૌનાં દિલ જીતી લીધા હતા અને ટીમ બ્રેઇની બીસ રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ વિજેતા થઇ હતી.
ઉપરાંત એલીમેન્ટ્રી કેટેગરીમાં ટીમ ટેક સ્પાર્ક્સનાં સારાહ સરીયા, દિવાન ગોસરાણી અને કશ્યપ કટારમલનાં પ્રોજેક્ટ 'સ્માર્ટ એનર્જી મેનેજમેન્ટ સિસ્ટમ' ને પણ કોન્સોલેશન પ્રાઇઝ એનાયત થયું હતું.
જુનિયર કેટેગરીમાં ટીમ રોબો માવરીકનાં દિક્ષીત વોરાનાં પ્રોજેક્ટ 'સ્માર્ટ સ્ટોરેજ સિસ્ટમ' ને પણ કોન્સોલેશન પ્રાઇઝ એનાયત થયું હતું.
ઉલ્લેખનીય છે કે રોબોફન લેબનાં સેન્ટર ડાયરેક્ટર અમી શાહની સ્માર્ટ લીડરશીપમાં સેન્ટર રાજ્યથી લઇ રાષ્ટ્રીય સ્તરની ટેકનો કોમ્પીટીશનમાં ઝળહળતું પ્રદર્શન કરી નગરનું ગૌરવ વધારે છે જેને પગલે નગરનાં શૈક્ષણિક જગત દ્વારા પણ લેબ પર અભિનંદન વર્ષા થઇ રહી છે.
રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઝળકનાર ત્રણેય ટીમ હવે દુબઇમાં યોજાનાર આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનું પ્રતિનિધિત્વ કરશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં દિવ્યાંગ ખેલાડીઓ માટે જીલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓ યોજાશે
January 24, 2025 06:45 PMજામનગરમાં એક વર્ષમાં હાર્ટએટેકના ૬૨૫ કેસ : ૩૮ મૃત્યુ
January 24, 2025 05:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech