સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં આદ્યશક્તિની ઉપાસના કરાઈ
ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તાર રામનગર ખાતે આવેલી જાણીતી સેન્ટ ઝેવિયર્સ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે શનિવારે નવરાત્રી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આકર્ષક પહેરવેશ સાથે તૈયાર થયેલા નાના ભૂલકાઓ તેમજ રાધિકા બનેલી બાળાઓ સાથે શાળાના વિદ્યાર્થીઓએ પરંપરાગત પહેરવેશ ધારણ કરીને ગરબે ઘૂમ્યા હતા.
દર વર્ષની જેમ આ વર્ષે પણ આધુનિક સાઉન્ડ સિસ્ટમ સાથે પ્રાચીન રાસ ગરબાની મોજ માણી, શાળાના વિદ્યાર્થીઓ સાથે શિક્ષકોએ પણ નવરાત્રી પર્વની ભાવભરી રીતે ઉજવણી કરી હતી. આ સમગ્ર આયોજન વિદ્યાર્થીઓમાં આકર્ષણરૂપ બની રહ્યું હતું.
ખંભાળિયાના સિધ્ધપુર ગામે નવરાત્રી મહોત્સવ ઉજવાયો
આદ્યશક્તિ આરાધનાના પર્વ એવા નવરાત્રી નિમિત્તે ખંભાળિયા તાલુકાના સિધ્ધપુર ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે ખાસ ઉજવણી કરવામાં આવી હતી. માતાજીની આરાધનાના આ પર્વ સંદર્ભે બાળકોમાં ધાર્મિકતા આવે તે હેતુથી માં જગદંબાની આરતી, સ્તુતિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકો દ્વારા આકર્ષક પરિવેશ સાથે અલગ અલગ ગ્રુપમાં ઉલ્લાસભેર આ પર્વ ઉજવાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech