મૂળ જામજોધપુરના વતની અને હાલ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે રહેતા ઇજનેર છાત્રને રાણીટાવરમાં ઓફિસ ધરાવતા નામચીન શખસ સહિતાએ મારકૂટ કરી હતી.બાદમાં રાત્રીના યુવાનને ઘરે અપહરણ કરી ઓફિસે લઇ જઇ રાત આખી બેસાડી રાખ્યો હતો. યુવાનનો ભાઇ અગાઉ ભુરા સાથે કામ કરતો હોય પણ હાલ તેણે કામ છોડી દેતા અપહરણ કરી મારમાર્યેા હતો.
મૂળ જામજોધપુરના વતની અને હાલ રાજકોટમાં સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લમણ ટાઉનશિપમાં રહેતા અને વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં બીજા વર્ષમાં અભ્યાસ કરનાર ગૌતમ શૈલેષભાઈ મકવાણા(ઉ.વ ૨૨) નામના યુવાને તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ભરત સોસા ઉર્ફે ભૂરો, મયુર સોલંકી, અવિનાશ રાઠોડ, નરેશ, હર્મિત, પરેશ ઉર્ફે પપ્પુ અને મુકેશ ઉર્ફે મૂકોના નામ આપ્યા છે.
યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.૪૧૨ ના રોજ તે બપોરના સમયે રાણી ટાવર પાસે હેર ડ્રેસરની દુકાને વાળ કપાવવા માટે બેઠો હતો ત્યારે અહીં રાણી ટાવરમાં જ ઓફિસ ધરાવતા ભરત સોસા ઉર્ફે ભૂરો સહિતનાઓ તેની પાસે આવ્યા હતા જેમાંથી મયુરે તેને લાફો મારી ધક્કો મારી પાછળ દીધો હતો. બાદમાં આરોપીઓએ તેને ગાળો ભાંડી હતી ભરતે ગાળો આપતા કહ્યું હતું કે, તું અહીં મને પૂછયા વગર બેઠો તો તને ખબર નથી કે અહીંનો ડોન કોણ છે હવે બીજીવાર દેખાણો તો જીવતો નહીં મૂકૂ તેમ કહેતા યુવાન અહીંથી નીકળી ગયો હતો.
ત્યારબાદ તે પોતાના મે જતો રહેતા રાત્રે તે તથા તેનો ભાઈ ચેતન સુતા હતા ત્યારે સાડા ત્રણ વાગ્યે આસપાસ હર્મિત, પરેશ ઉર્ફે પપ્પુ અને મુકેશ ઉર્ફે મુકો આઈ–૧૦ કાર લઈને અહીં આવ્યા હતા યુવાનના મે આવી ત્રણેય આરોપીઓ કહ્યું હતું કે, અમારા ભુરાભાઈ કહે એટલે દરવાજો તોડીને પણ તેને ઉઠાવી લઈએ એટલે તારે પ્રેમથી કારમાં બેસી જવાનું છે કે નહીં? યુવાને ના પાડતા ત્રણેય આરોપીઓએ કહ્યું હતું કે પ્રેમથી નીચે આવ નહિતર અહીં ભવાડા થશે. જેથી યુવાન નીચે ગયો હતો બાદમાં ત્રણેય આરોપીઓ તેને કારમાં બેસી જવાનું કહ્યા બાદ હર્મિતે કહ્યું હતું કે તારો ભાઈ ચેતન કેમ હવે ભુરાભાઈ સાથે કામ કરતો નથી બાદમાં તેને ધક્કો મારી કારમાં બેસાડી લાફા માર્યા હતા અને ભૂરાની ઓફિસે લઈ ગયા હતા. યાં ભૂરાએ કહ્યું હતું કે, હવે તારો ભાઈ અમારી સાથે કામ કરવાની હા પાડશે તો જ તને અહીંથી જવા દેવામાં આવશે જેથી યુવાન કઈં બોલ્યા વગર ઓફિસમાં ચૂપચાપ બેસી રહ્યો હતો.
સવારના છ વાગ્યા યુવાન સુધી તેને ઓફિસે બેસાડી રાખ્યો હતો ઠંડી લાગતા યુવાને જવાનું કહેતા અવિનાશે કહ્યું હતું કે, તારા ભાઈને કહેજે અમારી સાથે કામ કરે અત્યારે તને જવા દઈએ છીએ. બાકી બીજી વાર પણ ઉઠાવી લેઇશું તેમ કહી જવા દીધો હતો આ ઘટના બાદ ડરી ગયેલો યુવાન ગામડે જતો રહ્યો હતો. બાદમાં તેણે આ ફરિયાદ નોંધાવી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech