ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્રારા માર્ચમાં લેવાયેલી ધોરણ–૧૦ની પરીક્ષાના પરિણામમાં ૩ વિષયમાં નાપાસ પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માટે ફોર્મ ભરવાની પ્રકિયા પૂર્ણ થઈ ચુકી છે. હવે બોર્ડ દ્રારા આગામી ૨૪ જૂનના રોજથી ધોરણ–૧૦ના નાપાસ વિધાર્થીઓની પૂરક પરીક્ષા લેવામાં આવશે. જે અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરાશે. આ પૂરક પરીક્ષા માટે કુલ ૨.૨૬ લાખ વિધાર્થીઓ નોંધાયા છે.
શિક્ષણ બોર્ડ દ્રારા ૨૪ જૂનથી લેવામાં આવનારી ધોરણ–૧૦ની પૂરક પરીક્ષા માટે ૧.૩૫ લાખ અને ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા માટે ૫૬ હજાર વિધાર્થીઓ નોંધાયા છે. આ વખતે ધોરણ–૧૦માં ૩ વિષયમાં નાપાસ અને ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહમાં ૨ વિષયમાં નાપાસ વિધાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી વિધાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થતાં બોર્ડ આગામી દિવસોમાં પૂરક પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ જાહેર કરશે.
અત્યાર સુધી ધોરણ–૧૦માં એક અથવા બે વિષયમાં નાપાસ વિધાર્થીઓની જ પૂરક પરીક્ષા લેવાતી હતી, પરંતુ પૂરક પરીક્ષાને લઈને શિક્ષણ બોર્ડ દ્રારા કરવામાં આવેલા ધરખમ ફેરફારને પગલે આ વખતે ૩ વિષયમાં નાપાસ વિધાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવાનું નક્કી કરાયું હતું.ધોરણ–૧૦માં એક અથવા બે અથવા ત્રણ વિષયમાં નાપાસ કે ગેરહાજર વિધાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકે તેમ હોવાથી તેમના માટે ૧૫ મેથી પૂરક પરીક્ષા માટેના ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ૨૩ મે સુધી વિધાર્થીઓના ફોર્મ બોર્ડ દ્રારા સ્વીકારવામાં આવ્યા હતા. આ સમયગાળા દરમિયાન સમગ્ર રાયમાંથી ધોરણ–૧૦ના ૧૩૫૮૩૭ વિધાર્થીઓએ ફોર્મ ભર્યા છે.શિક્ષણ બોર્ડ દ્રારા ૨૪ જૂનથી ધોરણ–૧૦, ધોરણ–૧૨ સાયન્સ અને ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. આ પૂરક પરીક્ષા માટે રાયના કુલ ૨.૨૬ લાખ વિધાર્થીઓ નોંધાયા છે. ધોરણ–૧૦ના ૧.૩૫ લાખ, ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહના ૫૬ હજાર અને ધોરણ–૧૨ સાયન્સના ૩૪ હજાર કરતા વધુ વિધાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે. આમ, સમગ્ર રાયના ૨૨૬૭૨૫ વિધાર્થીઓ આ વખતે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહેનાર છે. આ વખતે પૂરક પરીક્ષામાં વધુ વિષયોમાં નાપાસ થયેલા વિધાર્થીઓને પણ પરીક્ષા આપવા દેવાનું નક્કી કરાયા બાદ આંકડો વધ્યો હોવાનું જાણવા મળે છે.
નાપાસ વિધાર્થીઓની પૂરક પરીક્ષા લેવાતી હતી. તેના બદલે આ વખતથી સામાન્ય પ્રવાહમાં બે વિષયમાં નાપાસ વિધાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવામાં આવનાર છે. જેથી ધોરણ–૧૨ સામાન્ય પ્રવાહ માટે પણ ૧૫ મેથી પૂરક પરીક્ષામા ફોર્મ ભરવાની કાર્યવાહી શ કરવા આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech