ભારત સરકાર ભારતીયોને ખોટું બોલીને રશિયા મોકલનારા એજન્ટો સામે પગલાં લેશે.વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેના સાથે કામ કરવા માટે ઘણા ભારતીય નાગરિકોને છેતરવામાં આવ્યા છે. ભારત સરકારે તેમની મુકિત માટે કડક કાર્યવાહી કરી છે.સીબીઆઈએ આ અંગે અનેક ઠેકાણે દરોડા પાડા છે અને વિદેશ મંત્રાલયે તેમની પરત લાવવાનો પ્રયાસ કર્યેા છે. એમ કહેવામાં આવ્યું છે કે તેમની સાથે છેતરપિંડી કરનારાઓને બક્ષવામાં આવશે નહીં.
વિદેશ મંત્રાલયે કહ્યું કે રશિયન સેના સાથે કામ કરવા માટે કેટલાય ભારતીય નાગરિકોને છેતરવામાં આવ્યા છે. ભારત સરકારે આ મુદ્દાને રશિયા સમક્ષ મજબૂતીથી ઉઠાવ્યો છે, જેથી આ લોકોને જલ્દી મુકત કરવામાં આવે. અમે ભારતીય નાગરિકોને અપીલ કરીએ છીએ કે તેઓ રશિયન આર્મીમાં સપોર્ટ જોબ ઓફર કરતા એજન્ટો દ્રારા ગેરમાર્ગે ન દોરાય.તે જોખમથી ભરપૂર છે અને તેમાં જીવનને જોખમ છે. ખોટા વાયદાઓ કરી લોકોને ભરતી કરતા આવા એજન્ટો સામે પણ કડક કાર્યવાહી શ કરવામાં આવી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે, રશિયામાં ભારતીયોની સેનામાં ભરતી કરવામાં આવતા કેટલાક નવા વીડિયો સામે આવ્યા છે. આંકડાઓનો ઉલ્લેખ કરતા મંત્રાલયે કહ્યું કે ગયા અઠવાડિયે આવા લોકોની સંખ્યા ૨૦ હતી, પરંતુ હવે આવા યુવાનોની સંખ્યામાં વધારો થયો છે. આ બધું જાણવા માટે સરકાર પૂરા પ્રયાસ કરી રહી છે. સરકાર રશિયન સત્તાવાળાઓ સાથે વાત કરીને ઘણા લોકોને સેનાની નોકરીમાંથી પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે.સરકાર આ ભારતીય યુવાનોની વાપસી માટે રશિયન સત્તાવાળાઓ પર દબાણ બનાવી રહી છે. સરકાર ફસાયેલા લોકોની મુકિત માટે સતત પ્રયત્નો કરી રહી છે. જો કે, આવા કેટલા લોકો છે તેની ચોક્કસ સંખ્યા જાણી શકાયું નથી. સીબીઆઈની ઘણી ટીમો આ મામલે તપાસ કરી રહી છે અને ઘણી જગ્યાએ દરોડા પણ પાડવામાં આવ્યા છે.
એજન્ટો દ્રારા ભારતીયોને ગેરમાર્ગે દોરાયા
કેટલાક એજન્ટો ભારતીય યુવાનોને ફસાવીને રશિયામાં નોકરી માટે મોકલતા હતા. આ યુવાનોને કહેવામાં આવ્યું હતું કે તેમને યુદ્ધમાં ગોળીબાર નહીં કરવો પડે, બલ્કે તેમને ડિલિવરી બોયનું કામ આપવામાં આવશે. પરંતુ, યારે ભારતીયો ત્યાં પહોંચ્યા ત્યારે તેમને યુદ્ધમાં લડવા માટે મોકલવામાં આવ્યા હતા. જો તે આમ નહીં કરે તો તેને ૧૦ વર્ષ માટે જેલમાં મોકલી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. તેમાં હૈદરાબાદનો મોહમ્મદ અસફાન પણ હતો, જેનું થોડા દિવસ પહેલા અવસાન થયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMભારતે પાકિસ્તાનને ધોબી પછાડ આપતા જામનગરમાં જીતનો જબરદસ્ત જશ્ન
February 24, 2025 04:50 PMકેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે જામનગર જીલ્લાના વિવિધ ગામોની મુલાકાત લઇ લોકો સાથે સંવાદ કર્યો
February 24, 2025 04:19 PMબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech