સ્કૂલ પ્રીમાઈસીસમાં કે નજીકના અંતરમાં પણ ન થવું જોઈએ વ્યસની પદાર્થોનું વેચાણ : શિક્ષણ વિભાગે જિલ્લાઓના શિક્ષણાધિકારીને અને ડીઈઓને લખ્યો પત્ર
રાજ્યની મોટાભાગની સ્કૂલોમાં બાળકોની ઉપસ્થિતિમાં જ કેટલાક શિક્ષકો તેમજ આચાર્યો મસાલાનું સેવન કરે છે, તે બાબતને સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા સ્વીકારવામાં આવી છે. ત્યારે હવે આ બાબતે આપણું શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવ્યું છે. રાજ્યની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરવામાં આવતા વ્યસનની વાત છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. જે બાદમાં શાળાઓમાં કોઈ પણ પ્રકારનું વ્યસન ન થાય તેવી વ્યવસ્થા ગોઠવવા મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો હતો. જે બાદ શિક્ષણ વિભાગે આ બાબતે દરેક જિલ્લાના શિક્ષણાધિકારીને પત્ર લખ્યો છે.
આ પત્રમાં શાળાઓમાં પાન મસાલા ખાતા શિક્ષકો સામે પગલાં લેવા આદેશ આપ્યો છે. આ સાથે શાળાઓમાં વ્યસન કરતા શિક્ષકો સામે પગલાં લેવા સૂચના પણ આપી છે. શિક્ષણ વિભાગે કહ્યું છે કે, શિક્ષણના મંદિરમાં બાળકો વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે શિક્ષણ જગત માટે ખરાબ બાબત છે. જેથી હવે જો કોઇ પણ શિક્ષક ચાલુ ક્લાસે મસાલાનું સેવન કરતો પકડાશે તો તેના વિરોધમાં ફોજદારી ગુનો નોંધાશે, તે પ્રકારની સિએસઓ દ્વારા ચીમકી આપવામાં આવી છે.
આ ઉપરાંત સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને લખેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, શાળામાં કે શાળાની અમુક અંતરમાં સિગારેટ-મસાલા જેવા તમાકુનું વેચાણ ન થવું જોઇએ તેનું પણ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. શિક્ષણ વિભાગ દ્વારા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના સ્કૂલોને મોકલેલા આંકડામાં જણાવ્યું છે કે, ૧૩થી ૧૫ વર્ષના વિદ્યાર્થીઓમાં તમાકુના ઉપયોગનું પ્રમાણ ૧૯% જેટલું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહળવદ : આતંકવાદના પૂતળાનું દહન કરી નોંધાવ્યો વિરોધ
April 24, 2025 02:18 PMરાજકોટ ભલે મચ્છરમુક્ત ન થયું હોય પણ મનપા કાલે ઉજવશે વિશ્વ મેલેરિયા દિવસ
April 24, 2025 02:04 PMરાજકોટમાં કાર્યરત તબીબોને નોંધણી કરાવવા મહાનગરપાલિકાનો આદેશ
April 24, 2025 02:01 PMપહેલગામમાં જામનગરવાસીઓ પણ ફસાયા
April 24, 2025 01:40 PMજામનગરમાં વે-બ્રીજ નીચે જેક મારી છેતરપીંડી આચરતી ગેંગ પકડાઈ
April 24, 2025 01:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech