પાચનતંત્રઅને મગજ વચ્ચે કનેકશન હોવાને કારણે સ્ટ્રેસમાં થાય છે જંક ફૂડ ખાવાની ઈચ્છા

  • February 20, 2025 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કેટલાક લોકોને તણાવમાં હોય ત્યારે કેમ જકં ફડ ખાવાની ઈચ્છા થાય છે? વિધાર્થીઓ પરીક્ષા પહેલાં વારંવાર પેટમાં દુખાવાની ફરિયાદ કેમ કરે છે? વૈજ્ઞાનિકો આ ઘટનાને માઇક્રોબાયોટા–ગટ–બ્રેઈન તરીકે દર્શાવે છે, જે પાચનતત્રં અને મગજ વચ્ચેનું એક જટિલ સંચાર નેટવર્ક છે.
આપણું શરીર તણાવ પ્રત્યે કેવી પ્રતિક્રિયા આપે છે તેમાં તે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, કારણ કે આપણા પાચનતંત્રમાં રહેલા બેકટેરિયા કોર્ટિસોલ જેવા હોર્મેાન્સને નિયંત્રિત કરે છે જે ખોરાકની તૃષ્ણાથી લઈને પાચન સુધી બધું જ પ્રભાવિત કરે છે.
ગુડગાંવના નેશનલ બ્રેઇન રિસર્ચ સેન્ટર (એનબીઆરસી) ખાતે જેસી બોઝ નેશનલ ફેલો પ્રોફેસર અનિર્બન બાસુએ એક કોન્ફરન્સમાં આ રસપ્રદ ગટ–બ્રેઇન જોડાણ પર પ્રકાશ પાડો હતો. પ્રોફેસર બાસુએ કહ્યું કે આજે ઘણા મેટાબોલિક ડિસઓર્ડર, જરિયાત કરતાં વધુ ખોરાક ખાવાને કારણે થાય છે.
તેમણે કહ્યું કે સામાન્ય રીતે જેને સ્ટ્રેસ ઈટિંગ કહેવામાં આવે છે તે આંતરડામાં માઇક્રોબાયોસિસ અથવા અસંતુલન તરીકે ઓળખાતી ઘટનાને કારણે કોર્ટિસોલના સ્તરમાં વધારો થવા પર શરીરની પ્રતિક્રિયા છે. તેમજ ગટને ઘણીવાર બીજું મગજ કહેવામાં આવે છે અને મગજ અને ગટ વચ્ચેના રીસેપ્ટર્સને સમજવા માટે સંશોધન ચાલુ છે.
તેમના ભાષણમાંથી એક મુખ્ય બાબત એ હતી કે તણાવપૂર્ણ આહાર ગટના અસંતુલનને વધુ ખરાબ કરે છે. સામાન્ય કમ્ફર્ટ ફડ જેવા કે – બટેટાની ચિપ્સ અને ખાંડયુકત નાસ્તા આ સમસ્યાને વધારે છે. તેના બદલે, તેમણે ગટ–ફ્રેન્ડલી માઇક્રોબાયોમ જાળવવા માટે દહીં, બાજરી અને ફાઇબરથી ભરપૂર વિકલ્પો જેવા ગટને અનુકૂળ ખોરાકનો સમાવેશ કરવાની સલાહ આપી. તેમણે આ વાત પર ભાર મૂકયો કે નાનપણથી જ સંતુલિત આહાર લાંબા ગાળાની સુખાકારી માટે મહત્વપૂર્ણ છે.
નેશનલ ઇન્સ્િટટૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એયુકેશન એન્ડ રિસર્ચ (નાઇપર) અમદાવાદના ડિરેકટર પ્રોફેસર શૈલેન્દ્ર સરાફે જણાવ્યું હતું કે સોમવારથી શ થયેલા ત્રણ દિવસીય કાર્યક્રમમાં ભારત અને વિદેશના ન્યુરોલોજીસ્ટ, ન્યુરોફિઝિશિયન અને ડોમેન નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે.
આયોજક ટીમના સભ્યો ડો. પલ્લબ ભટ્ટાચાર્ય અને ડો. હેમતં કુમારે જણાવ્યું હતું કે આ કાર્યક્રમના મુખ્ય વિષયોમાં નિદાન અને સારવારમાં નવી ટેકનોલોજી, ન્યુરોલોજીકલ સમસ્યાઓ માટે નવીન વ્યૂહરચના અને તબીબી પ્રગતિનો સમાવેશ થાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application