100 કરોડનો આંક પાર કરનાર ચોથી સૌથી ઝડપી ફિલ્મ
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી 2' એ રિલીઝ થતાંની સાથે જ સપાટો બોલાવ્યો છે. આ હોરર કોમેડી ફિલ્મે બોક્સ ઓફિસ પર કબજો જમાવ્યો અને રિલીઝના પહેલા દિવસથી જ આ ફિલ્મ પર નોટોનો વરસાદ થઈ રહ્યો છે. બીજા દિવસે પણ બોક્સ ઓફિસ પર 'સ્ત્રી 2'નો જાદુ છવાયેલો રહ્યો અને તે એક વર્કિંગ ડે હોવા છતાં તેણે શાનદાર કલેક્શન કર્યું છે. 'સ્ત્રી 2' એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મે જોરદાર ઓપનિંગ કર્યું હતું અને બીજા દિવસે પણ ફિલ્મે 100 કરોડનો આંકડો પાર કરીને ઈતિહાસ રચી દીધો છે.
'સ્ત્રી 2' એ રિલીઝના બીજા દિવસે કેટલું કલેક્શન કર્યું
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવની 'સ્ત્રી 2'એ બોક્સ ઓફિસ પરની મંદી ખતમ કરી છે. અક્ષય કુમારની સરફિરા અને અજય દેવગનની ઔર મેં કહાં દમ થા સહિત તાજેતરમાં રિલીઝ થયેલી ઘણી ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આવી સ્થિતિમાં 'સ્ત્રી 2' ફરી એકવાર થિયેટરોમાં ઉત્સાહ લાવી છે. આ ફિલ્મ માટે થિયેટર હાઉસફુલ થઇ રહ્યા છે. 'સ્ત્રી 2' સ્વતંત્રતા દિવસ પર રજૂ કરવામાં આવી હતી અને તેને અક્ષય કુમારની ખેલ ખેલ મેં અને જ્હોન અબ્રાહમની વેદ સહિત દક્ષિણની ફિલ્મો સાથે ટક્કર કરવી પડી હતી. જો કે 'સ્ત્રી 2' એ આ બધી ફિલ્મોને ખરાબ રીતે પરાજિત કરી છે અને હવે આ હોરર કોમેડી ફિલ્મ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે.
ફિલ્મે પહેલા દિવસે રૂ. 70 કરોડથી વધુની કમાણી કરી હતી. નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર 'સ્ત્રી 2' એ તેની રિલીઝના પહેલા દિવસે 76.5 કરોડ રૂપિયાની કમાણી કરીને ઈતિહાસ રચ્યો હતો અને આ સાથે જ ફિલ્મે શાહરૂખ ખાનની પઠાણ અને જવાનનો પ્રથમ દિવસની કમાણીનો રેકોર્ડ પણ તોડી નાખ્યો હતો. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં બેશક ઘટાડો જોવા મળ્યો હતો, પરંતુ કામકાજના દિવસને જોતા તેનું બીજા દિવસનું કલેક્શન પણ શાનદાર હતું.
પ્રારંભિક ટ્રેડ રિપોર્ટ અનુસાર 'સ્ત્રી 2' એ તેની રિલીઝના બીજા દિવસે 30 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. આ સાથે જ બે દિવસમાં 'સ્ત્રી 2'નો કુલ બિઝનેસ 106.5 કરોડ રૂપિયા થઈ ગયો છે. 'સ્ત્રી 2' એ અજાયબીઓ કરી છે. આ ફિલ્મે રિલીઝના બે દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને આ સાથે જ બે દિવસમાં 100 કરોડના ક્લબમાં પ્રવેશ કરનારી આ ફિલ્મ ચોથી ફિલ્મ બની ગઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસંભલની જામા મસ્જિદ કેસમાં અત્યાર સુધીમાં 21ની અટકાયત, કમિશનરે કહ્યું- 20થી વધુ પોલીસકર્મી ઘાયલ
November 24, 2024 07:28 PMવિરાટ કોહલીએ 491 દિવસ પછી ટેસ્ટ સદી ફટકારી, તોડ્યો સચિનનો રેકોર્ડ
November 24, 2024 06:33 PMઋષભ પંત IPL ઇતિહાસનો સૌથી મોંઘો ક્રિકેટર, લખનૌએ તેને 27 કરોડ રૂપિયાની બોલી લગાવીને ખરીદ્યો
November 24, 2024 05:35 PMIPL મેગા ઓકશન Live: કેએલ રાહુલને દિલ્હી કેપિટલ્સે 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો
November 24, 2024 04:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech