'સ્ત્રી 2'એ 7 મોટી ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ, કુલ કમાણી 450 કરોડની નજીક

  • August 30, 2024 12:23 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલિવૂડ ફિલ્મ 'સ્ત્રી 2'ની કમાણીમાં હવે ઘટાડો જોવા મળી રહ્યો છે, તેમ છતાં તે ઘણી ફિલ્મોને પાછળ છોડી રહી છે. 15મા દિવસે પણ 'સ્ત્રી 2'એ જવાન-ગદર 2ને પાછળ છોડી દીધી છે.
શ્રદ્ધા કપૂર અને રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'સ્ત્રી 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મને દર્શકો તરફથી એટલો બધો સારો પ્રતિસાદ મળ્યો છે કે 15 ઓગસ્ટે રિલીઝ થયેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર બે શાનદાર સપ્તાહ પૂર્ણ કર્યા છે. આ દરમિયાન, 'સ્ત્રી 2' એ માત્ર જબરદસ્ત કમાણી જ નથી કરી પરંતુ ઘણી ફિલ્મોના લાઇફટાઈમ કલેક્શનને પણ પાછળ છોડી દીધા છે. આ બધાની વચ્ચે, ચાલો જાણીએ કે 'સ્ત્રી 2' એ તેની રિલીઝના 15મા દિવસે 450 કરોડથી વધુ કમાણી કરી છે.
'સ્ત્રી 2' એ બોક્સ ઓફિસ પર જબરદસ્ત કબજો જમાવીને રાખ્યો છે. આ ફિલ્મ ખેલ ખેલ મેં, વેદા જેવી ઘણી ફિલ્મોની સાથે સ્વતંત્રતા દિવસના અવસરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ, પરંતુ 'સ્ત્રી 2'ને કોઈ ટક્કર આપી શક્યું નથી. આ હોરર કોમેડી સામે, તમામ નવી રીલિઝ થયેલી ફિલ્મો પહેલા જ અઠવાડિયામાં સરેન્ડર થઈ ગઈ અને ત્યારથી લઈને આજ સુધી 'સ્ત્રી 2' ટિકિટ કાઉન્ટર પર ટકી રહી છે. જો કે, ફિલ્મની વાર્તા અને સ્ટાર કાસ્ટના અભિનયની સાથે તેનું ડિરેક્શન પણ જબરદસ્ત છે જેના કારણે તેની રિલીઝના બે અઠવાડિયા પછી પણ 'સ્ત્રી 2'નો ફીવર દર્શકો પરથી ઉતરી રહ્યો નથી.
'સ્ત્રી 2'ના અત્યાર સુધીના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે પહેલા અઠવાડિયામાં 291 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્યાર બાદ બીજા સપ્તાહમાં તેણે બીજા શુક્રવારે 17.5 કરોડ રૂપિયા, બીજા શનિવારે 33 કરોડ, બીજા રવિવારે 42.4 કરોડ, બીજા સોમવારે રૂપિયા 18.5 કરોડ, બીજા મંગળવારે રૂપિયા 11.75 કરોડ અને બીજા બુધવારે રૂપિયા 9.75 કરોડની કમાણી કરી. હવે ત્રીજા ગુરુવાર એટલે કે 15મા દિવસે ફિલ્મની કમાણીના પ્રારંભિક આંકડા આવી ગયા છે. અહેવાલો અનુસાર, 'સ્ત્રી 2' એ તેની રિલીઝના 15મા દિવસે એટલે કે ત્રીજા ગુરુવારે 8.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે 'સ્ત્રી 2'નું 15 દિવસનું કુલ કલેક્શન હવે 432.80 કરોડ રૂપિયા થઈ ગયું છે.
15મા દિવસે પણ 'સ્ત્રી 2' એ એનિમલ, બાજીરાવ મસ્તાની જવાન અને ગદર 2ના 15મા દિવસના કલેક્શનનો રેકોર્ડ તોડી દીધો છે. જણાવી દઈએ કે 15મા દિવસે સૌથી વધુ કલેક્શન કરનારી ફિલ્મોમાં સ્ત્રી 2 ત્રીજા સ્થાને છે. બાહુબલી 2 એ 15મા દિવસે 10.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી, બ્રહ્માસ્ત્રે 15મા દિવસે 8.5 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો; 'સ્ત્રી 2' એ 15મા દિવસે 8.25 કરોડ રૂપિયાની કમાણી કરી છે. એનિમલની 15મા દિવસની કમાણી 7.75 કરોડ રૂપિયા હતી; બાજીરાવ મસ્તાનીનું 15મા દિવસનું કલેક્શન 7.49 કરોડ હતું; જવાને 15મા દિવસે 7.25 કરોડ રૂપિયાની કમાણી કરી હતી; ગદર 2ની 15મા દિવસે કમાણી 7.1 કરોડ રૂપિયા હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application