૯૦ દિવસની રાહતની અસર: શેરબજારમાં તોફાની તેજી

  • April 11, 2025 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટ્રમ્પે ટેરિફ વોરથી દુનિયાભરના શેરબજારને હચમચાવી નાખ્યા બાદ એકાએક ૯૦ દિવસ માટે અમુક દેશો સામેથી ટેરિફ ઘટાડાની જાહેરાત કરતાં વિવિધ માર્કેટમાં ફરી હરિયાળી જોવા મળી હતી. ત્યારે આજે ભારતીય શેરબજારમાં પણ ફરી તેજીનો માહોલ દેખાયો. એક જ દિવસમાં સેન્સેકસમાં ૧૪૭૨ તો નિટીમાં ૪૭૫ પોઇન્ટથી વધુનો ઉછાળો નોંધાતા રોકાણકારોએ રાહતના શ્વાસ લીધા હતા. મોટાભાગના શેર આજે ગ્રીન ઝોનમાં જોવા મળ્યા હતા.
શેરબજારમાં આ શાનદાર તેજીનું કારણ બુધવારે ગ્લોબલ માર્કેટમાં આવેલો ઉછાળો અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા ૯૦ દિવસ માટે ઘણા દેશોને રાહત આપવાનો નિર્ણય છે. ગઈકાલે ગુવારે અમેરિકન અને એશિયન શેરબજારોમાં ૧૦થી ૧૨ ટકાનો શાનદાર વધારો જોવા મળ્યો હતો પરંતુ આજે અમેરિકાના અને એશિયાના બજારો પાંચ ટકા જેટલા તૂટી ગયા હતા એને કારણે ગઈકાલે બધં રહેલું ભારતનું બજાર આજે ધાર્યા મુજબની તેજી દેખાડી શકયું નહોતું. ગુવારે શેરબજાર મહાવીર જયંતીને કારણે બધં હતું અને એટલા માટે આજે શુક્રવારે બજાર ખુલતાં જ સેન્સેકસ અને નિટીએ સટાસટી બોલાવી હતી. ઉલ્લેખનીય છે કે બુધવારે યારે શેરબજાર બધં થયું હતું ત્યારે સેન્સેકસ ૭૩૮૪૭.૧૫ના લેવલે કલોઝ થયું હતું. ત્યારે આજે સેન્સેકસે ૭૫૦૦૦ની સપાટી ક્રોસ કરી લીધી હતી અને હાલમાં સમાચાર લખવા સુધીમાં સેન્સેકસ ૧૪૩૨ પોઇન્ટની તેજી સાથે ૭૫૨૭૯.૭૭ પર ટ્રેડ થઇ રહ્યું હતું. સેન્સેકસમાં લગભગ ૨ ટકા જેટલો ઉછાળો નોંધાયો છે. યારે નિટીની વાત કરીએ તો અગાઉનું કલોઝિંગ ૨૨૩૯૯.૧૫ હતું જે આજે ૪૫૦ થી વધુ પોઈન્ટ ઉછળીને ૨૨૮૬૧ પર ટ્રેડ થવા લાગ્યું હતું



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application