બ્રિજ પરથી પાણા ભરેલુ બાચકું મળ્યું : ચાર શખ્સ સામે પોલીસ ફરીયાદ : બોલાચાલીનું મનદુ:ખ રાખી પથ્થરમારો કરી ધાર્મિક લાગણી દુભાવી
જામનગરમાં સમર્પણ બ્રીજ નીચે આવેલા રાધે કૃષ્ણ મંદિર, ઘર પર વિધર્મી સહિતના શખસોએ પથ્થરમારો કરતા ભારે ચકચાર જાગી છે. બ્રીજ પરથી પથ્થર ભરેલું બાચકું પણ મળી આવ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, દરમ્યાન આ મામલે ચાર શખ્સો સામે વિધિવત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
જામનગરમાં વિશાલ હોટલ સામે ચેમ્બર કોલોનીમાં રાધે કૃષ્ણનું મંદિર આવેલું છેે. ગઇકાલે વહેલી સવારે વિઘર્મી શખ્સ સહિતનાઓએ મંદિર પર પથ્થરમારો કર્યો હતો. બનાવની જાણ થતા હિન્દુ સેનાના કાર્યકરો દોડી ગયા હતાં. આ દરમ્યાન બ્રીજ પર પથ્થરનું બાચકું મળી આવ્યું હતું. આટલું જ નહીં મંદિરમાં પણ પથ્થર પડયા હતાં. બનાવની જાણ થતાં પોલીસ પણ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.
દરમ્યાનમાં વિશાલ હોટલ સામે ચેમ્બર કોલોનીમાં રાધાકૃષ્ણ મંદિર પાસે રહેતા અને કડીયાકામ કરતા લખમણભાઇ તેજાભાઇ પરમાર (ઉ.વ.૬૧) દ્વારા ગઇકાલે સીટી-સી ડીવીઝનમાં જામનગરના નાજીર, કમલેશ, ચેતન અને આશિષ નામના ચાર શખ્સો વિરુઘ્ધ આઇપીસી કલમ ૨૯૫, ૧૧૪ મુજબ ફરીયાદ નોંધાવી હતી.
ફરીયાદમાં જણાવ્યુ હતું કે આરોપી નાજીર તથા ફરીયાદી લખમણભાઇને બોલાચાલી થયેલ હોય જેનું મનદુ:ખ રાખીને આરોપીના કહેવાથી અન્ય ત્રણ શખ્સોએ ફરીયાદીના ઘર પર તેમજ તેની બાજુમાં આવલ રાધાકૃષ્ણના મંદિર પર પથ્થરમારો કરી ફરીયાદીની ધાર્મિક લાગણી દુભાવી આરોપીઓએ એકબીજાને મદદગારી કરી હતી, આ ફરીયાદના આધારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલકાત્તા દુષ્કર્મ કેસ: આરજી કર હોસ્પિટલના જુનિયર ડોક્ટરોની હડતાળ સમાપ્ત
September 19, 2024 10:58 PM'તમામ હદ પાર', હિઝબુલ્લા ચીફની ધમકી બાદ પણ ન માન્યું ઇઝરાયેલ, બેરુતને હચમચાવી નાખ્યું
September 19, 2024 10:15 PMતિરુપતિ મંદિરના પ્રસાદમાં જાનવરોની ચરબી, લેબ રિપોર્ટમાં ખુલાસો, ફિશ ઓઈલ મેળવવાની પુષ્ટિ
September 19, 2024 10:13 PMબાંગ્લાદેશ હિંસામાં નવ લઘુમતીઓના મોત, 69 પૂજા સ્થાનો પર તોડફોડ, ચોંકાવનારા આંકડા આવ્યા સામે
September 19, 2024 10:12 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech