જૂનાગઢમાં પરિણામો બાદ પથ્થરમારો: ઢાલ રોડ, ચિતાખાના ચોક સહિતના વિસ્તાર બંધ

  • February 18, 2025 04:17 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી આજે સંપન્ન થયા બાદ વોર્ડ નંબર–૮માં મતગણતરીનું પરિણામ આવ્યા બાદ ઢાલ રોડ અને આસપાસના વિસ્તારમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. સામસામે બઘડાટીના પણ બનાવ બન્યા હતા. બનાવની જાણ થતા પોલીસ  ઘટના સ્થળ પર પહોંચી મામલો થાળે પડો હતો.
આજે યોજાયેલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ઉમેદવાર વચ્ચે રસાકસી ભર્યા જગં બાદ કોંગ્રેસે મેદાન મારતા કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી અને ઢાલ રોડ સહિતના આસપાસના વિસ્તારમાં મામલો બિચકયો હતો. સામસામે મારામારી પણ થઈ હતી. બનાવની જાણ થતા એ ડિવિઝન પી.આઈ. કોળી, ડી.વાય.એસ.પી. હિતેશ ધાંધલીયા તથા આસપાસના વિસ્તારોમાંથી પણ ટીમ બંદોબસ્ત માટે રાખવામાં આવી છે.
આ લખાઈ રહ્યું છે સામ સામે બગાડી પોરબંદર એસપી બંદોબસ્ત માટે પહોંચી ગયા છે આ ઉપરાંત ઢાલ રોડ, ચીતાખાના, કોર્ટ રોડ સહિતના વિસ્તાર માં દુકાનો બધં રહી છે અને ચુસ્ત બંદોબસ્ત રખાઈ ગયો છે.
આ લખાઈ રહ્યું છે ત્યારે મામલો થાળે પડો છે પરંતુ આ વિસ્તારમાં રહેલી દુકાનો ટપોટપ બધં થવા લાગી હતી. મહાનગરપાલિકાની ચૂંટણી બાદ વોર્ડ નંબર આઠમાં ચૂંટણી જગં રમખાણમાં પરિણમ્યો હતો. સામસામે મારામારીમાં એક કે બે કાર્યકરને ઈજા પણ થઈ હોવાની અહેવાલ મળી રહ્યા છે પરંતુ આ લખાઈ રહ્યું છે ત્યારે સ્થિતિ થાડે પડી ગઈ છે અને પોલીસ બંદોબસ્ત માટે જોવા મળી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application