શહેરના જામનગર રોડ પર મનહરપુર ગામ પાસે આવેલા ખાખરાના કારખાનામાં રાત્રિના તસ્કરો ત્રાટકયા હતા તસ્કરોએ અહીં કારખાનામાંથી ૭ ગેસના બાટલા અને ૪ તેલના ડબ્બા સહિત કુલ પિયા ૩૪,૭૫૦ ચોરી કરી લીધી હતી. જે અંગે કારખાનેદાર દ્રારા યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, શહેરના જાગનાથ પ્લોટ ૨૦ માં રહેતા ધવલભાઇ હર્ષદભાઈ મહેતા(ઉ.વ ૩૪) દ્રારા યુનિવર્સિટી પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. કારખાનેદારે પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને જામનગર રોડ પર દ્રારકાધીશ પેટ્રોલ પપં પાસે ખીજડાવાળી શેરીમાં મનહરપુરના ઢોરે આગમ ફડ નામનું ખાખરાનું કારખાનું આવેલું છે. તારીખ ૧૫૧ ના સાંજના તેઓ કારખાનું બધં કરી ઘરે ગયા હતા.બાદમાં તારીખ ૧૬ ના સવારે સાતેક વાગ્યે અહીં કારખાનામાં કામ કરનાર ઇન્દુબેન હરિયાણીનો ફોન આવ્યો હતો અને તેમણે કહ્યું હતું કે, આપણા ખાખરાના કારખાનામાંથી ગેસના બાટલાઓ અને તેલના ડબ્બાઓની ચોરી થઈ ગઈ છે તમે જલ્દી આવો. જેથી કારખાનેદાર અહીં પહોંચ્યા હતા બાદમાં અહીં આવી તપાસ કરતા કારખાનાના દરવાજા પર લગાવેલ તાળું તોડવાની કોશિશ કરવામાં આવી હોવાનું માલુમ પડું હતું તેમજ અંદર સામાન વેરવિખેર હોય તપાસ કરતા અહીંથી ગેસના ૭ બાટલા અને તેલના ૪ ડબ્બા સહિત .૩૪,૭૦૦ ના સામાનની ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડું હતું. તસ્કરો દિવાલ ટપી કારખાનામાં ઘુસ્યા હોવાનું માલુમ પડું હતું.જેથી કારખાનેદારે આ અંગે ફરિયાદ નોંધાવતા યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી કારખાનામાં હાથફેરો કરનારને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech