ભારતીય શેરબજારમાં ફરી એકવાર મોટો ઘટાડો જોવા મળ્યો છે. આજે સેન્સેકસ ૬૨૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૫,૧૧૨ના સ્તર પર ટ્રેડ થયો હતો. નિટીમાં ૧૯૩ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો અને તે ૨૨,૭૨૦ના સ્તર પર ટ્રેડ થયો હતો. બીએસઈના ટોચના ૩૦ શેરોમાંથી, ફકત ૮ શેરો જ વધારા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. યારે ૨૨ શેર ઘટી રહ્યા છે. સૌથી મોટો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં લગભગ ૬ ટકાનો રહ્યો છે.
ટ્રમ્પની ટેરિફ ધમકી યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બધી આયાત પર પારસ્પરિક કર લાદવાના પોતાના વલણને પુનરાવર્તિત કર્યા પછી રોકાણકારોને અસર થઈ. જેના કારણે ઓટો અને ફાર્મા શેરોમાં ભારે પ્રેશર જોવા મળી રહ્યું છે.
વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ . ૩,૩૧૧.૫૫ કરોડના શેર વેચ્યા. એકસચેન્જ ડેટા અનુસાર, આ વર્ષે અત્યાર સુધીમાં એફઆઈઆઈ દ્રારા કુલ આઉટલો . ૯૮,૨૨૯ કરોડ સુધી પહોંચી ગયો છે. સતત ત્રીજા દિવસે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. આનાથી ભારતીય બજારો માટે ચિંતા વધી ગઈ. રશિયામાં પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વચ્ચે બ્રેન્ટ ક્રૂડના વાયદામાં વધારો થયો હતો.
આજે ઓટો શેરમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સૌથી મોટો ઘટાડો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ૬ ટકાનો રહ્યો છે. આ પછી, ટીવીએસ મોટર્સના શેરમાં ૪ ટકાનો ઘટાડો થયો છે. બાયોકોનના શેરમાં ૪ ટકાનો ઘટાડો થયો છે, યારે સેન્ટના શેરમાં ૬ ટકાથી વધુનો ઘટાડો થયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખ્યાતિ હોસ્પિટલ કાંડના આરોપી કાર્તિક પટેલને બે દિવસના હંગામી જામીન મંજૂર
May 13, 2025 07:38 PMબ્રિટનના PM કીર સ્ટાર્મરના ઘરમાં લાગી આગ, ટેરર એંગલથી તપાસમાં એક આરોપીની ધરપકડ
May 13, 2025 07:21 PMજામનગરમાં શહેર કોગ્રેસ અને સેવા દળની જય હિન્દ પદયાત્રા યોજાઈ
May 13, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech