પ્રાચી ગામે સગીર પુત્રી ઉપર વારંવાર દુષ્કર્મના કેસમાં સાવકા પિતાને ૨૦ વર્ષની સખત કેદ

  • October 27, 2023 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વેરાવળની સ્પે. (પોકસો) કોર્ટમાં સાવકા પિતાએ સગીર વયની દિકરી ઉપર દુષ્કર્મ કરેલ હોવાનો કેસ ચાલી જતા આરોપી સાવકા પિતાને ર૦ વર્ષની સખ્ત કેદની સજા અને દસ હજારના દંડ ફટકારતો હુકમ કોર્ટ દ્વારા કરેલ છે. આ કેસની વિગતો આપતા જીલ્લ ા સરકારી વકીલ કેતનસિંહ. ડી.વાળાએ જણાવેલ કે, જગદિશ ઉર્ફે સીકંદર બચુભાઈ સોઢા, રહે-બાબર સમાજની વંડી પાસે હનુમાન મંદીર પાસે, પ્રાચી, તા.સુત્રાપાડા.એ તેની સાવકી પુત્રી સાથે અવાર નવાર તેણીની મરજી  વિરૂધ્ધ બળાત્કાર કરેલ જે બનાવ અંગે સુત્રાપાડા પોલીસમાં આઇ.પી.સી. કલમ ૩૭૬ (ર) (એફ) (એન), ૩૭૬ (એ) (બી) પ૦૬(ર), તેમજ બાળકોને જાતીય રક્ષણ આપવાના અધિનિયમ-ર૦૧ર ની કલમ ૩(એ) (ર), ૪, પ (એલ) (એમ) (એન) ૬, ૭, ૮, ૯ (એલ) (એમ) (એન) ૧૦ મુજબ ગુન્હો નોંધાયેલ જેની તપાસ સી.પી.આઇ. મુસ્તાકઅલી ઉસ્માનભાઈ મસી એ કરી ચાર્જશીટ કોર્ટમાં રજુ કરતા સ્પે. (પોકસો) કોર્ટના જજ કિર્તી જે.દરજીની કોર્ટમાં કેસ ચાલેલ જેમાં ગીર સોમનાથના ડિસ્ટ્રીક પબ્લીક પ્રોસીકયુટર કેતનસિંહ ડી. વાળાએ સમગ્ર કેસનુ પ્રોસીકયુશન ચલાવેલ જેમાં કેસને સાબીત કરવા માટે ફરીયાદી તથા અન્ય સાહેદો તેમજ પંચ વિટનેસ, ડોકટર, પોલીસ સહીતના સાહેદોને તપાસેલ અને જુબાની દરમ્યાન દસ્તાવેજી પુરાવાઓ રજુ કરેલ હતા. આ કેસમાં સરકાર તરફે જીલ્લ ા સરકારી વકીલ કેતનસિંહ. ડી.વાળા એ દલીલ કરતાં જણાવેલ કે, સમાજમાં દિકરીઓ સલામત રહે તે માટે સરકારે સ્પે. પોકસો એકટની જોગવાઈ કરેલી છે અને સગીરાએ જે જુબાની આપેલી છે તે જ માત્ર પુરતી છે તેમ છતાં મેડીકલ એવીડન્સ તથા અન્ય સાહદોની જુબાની પણ બનાવને તેમજ ભોગ બનનારની જુબાનીને સમર્થન કરતી જુબાની આપેલી છે તેમજ આરોપી સાવકો પિતા થાય છે અને પુત્રી જ ગણાય તેની સાથે રહીને કરાતાં કૃત્યને કોઈપણ રીતે હળવાશથી લઈ શકાય નહી. જેથી સમાજમાં સગીર વયની દિકરીઓ સલામત રહે તે માટે સખ્ત સજા કરવા જણાવતી દલીલો કરેલ જેને ધ્યાને લઈ સ્પે. (પોકસો) જજ કિર્તી જે.દરજીએ આરોપી જગદિશ ઉર્ફે સીકંદર બચુભાઈ સોઢા,  આઈ.પી.સી. કલમ ૩૭૬ (એ) (બી) તથા ૩૭૬ (ર) (એફ) (એન) મુજબના ગુન્હામાં તકસીરવાન ઠરાવી ર૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ ‚ા.૧૦,૦૦૦નો દંડ કર્યો છે અને જો દંડ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદની સજા અને સમગ્ર સજા એક સાથે ભોગવવા હુકમ કરેલ તેમજ સરકારની યોજના મુજબ ભોગ બનનારને રૂા.ર,૦૦,૦૦૦ સહાયની રકમ ચુકવા જણાવ્યું છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application