શહેરના નાનામવા રોડ પર દેવનગરમાં રહેતો પરિવાર દિવાળીની રજાઓમાં રાજસ્થાન ફરવા જતા પાછળથી તેમના બધં મકાનને નિશાન બનાવી અહીંથી રોકડ રકમ અને સોના ચાંદીના–દાગીના સહિત .૧.૧૩ લાખની મત્તા ચોરી કરી લીધી હતી. જે અંગેની જાણ થયા બાદ યુવાને માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સીસીટીવી ફટેજમાં મોઢે માલ બાંધી અહીં ઘર પાસે આંટાફેરા કરતો શખસ નજરે પડતા પોલીસે આ ફટેજના આધારે તસ્કરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, નાનામવા મેઈન રોડ પર વાત્સલ્ય હોસ્પિટલ પાસે દેવનગર શેરી નંબર છ માં રહેતા રાહત્પલ રમેશભાઈ દાફડા(ઉ.વ ૨૬) નામના યુવાને માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૪૧૧૨૦૨૪ ના બપોરના સમયે તે તથા તેમના પિતા તેમના માતા અને પત્ની સહિતનાઓ મીની બસમાં રાજસ્થાન ફરવા માટે ગયા હતા. દરમિયાન તારીખ ૭૧૧ ના તેઓ જેસલમેર હતા ત્યારે સવારે ૮:૩૦ વાગ્યે પાડોશી અને સંબંધી અનિલભાઈ વાઘેલાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તારા ઘરમાં તાળા તૂટેલા છે અને ચોરી થઈ હોય તેવું લાગે છે. જેથી આ બાબતે યુવાને તેના ભાઈ લલિત દાફડા તથા મામા આદિત્ય પરમારને ફોન કરી જાણ કરી હતી. જેથી બંને પોલીસ સ્ટેશન ગયા હતા અને યુવાન તથા તેનો પરિવાર રાજકોટ આવવા માટે નીકળી ગયો હતો. ગઈકાલે રાત્રિના અઢી વાગ્યે તેઓ ઘરે પરત આવ્યા બાદ અહીં આવી જોતા ઘરનો દરવાજો ખુલ્લો હોય હોલમાં પડેલ ફરિયાદીના માતાની પતરાની તિજોરી તથા મમાં રહેલી તિજોરી તૂટેલી હાલતમાં હતી જેથી તપાસ કરતા માલુમ પડું હતું કે, ફરીયાદીના પત્ની કોમલબેનએ તિજોરીમાં રાખેલ સોનાની વીંટી, ચાંદીનો કંદોરો તથા ગલ્લામાં રાખેલ પિયા ૪૦ હજાર રોકડ તેમજ તેમના માતાએ તિજોરીમાં તપાસ કરતા સોનાના જુના પાટલા તથા વીંટી અને ચાંદીની જૂની ઝાંઝરી જોવા મળી ન હતી. આમ કુલ પિયા ૧.૧૩ લાખની મત્તાની ચોરી થઈ હોવાનું માલુમ પડું હતું.ત્યારબાદ પાડોશીના ઘરમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કરતા એક શખસ મોઢે માલ બાંધી અહીં ઘર પાસે પસાર થતો હોવાનું નજરે પડું હતું અને તે રાજનગર ચોક તરફ ગયાનું માલુમ પડું હતું. જેથી આ મામલે યુવાને ફરિયાદ નોંધાવતા માલવીયાનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફટેજના આધારે તસ્કરના સગડ મેળવવા શોધખોળ શ કરી છે. બનાવ અંગે વધુ તપાસ પી.એસ.આઇ.એસ.એ સિંધી ચલાવી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉનાળામાં વાદળાં ગાજશે: હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
March 29, 2025 08:24 PMશુભમન ગિલે અમદાવાદમાં રચ્યો ઇતિહાસ, ગિલના 1000 રન પૂરા
March 29, 2025 08:20 PMધ્રોલ તાલુકાના વાકિયા ગામે થયેલ જીરું ચોરીનો મામલો
March 29, 2025 08:14 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech