સોમનાથ મહાદેવ મંદિર દેશનું આઈક્રોનિક અને બેસ્ટ ડેસ્ટીનેશન જાહેર થયા પછી અનેકવિધ વિકાસો હાથ ધરાયા છે. રાયના એડિશ્નલ જનરલ ઓફ પોલિસ ગગનદિપ ગંભીરે આ અંગે સોમનાથ મંદિરની તેમજ પ્રભાસ–પાટણ પોલિસ સ્ટેશનની મુલાકાત લઈ ટુરિસ્ટ ફ્રેન્ડલી પોલિસ સ્ટેશનના પ્રભાવિત અને સ્થાપના સ્થળની મુલાકાત લઈ સમિક્ષા કરી હતી. બનનારું આ પોલિસ સ્ટેશન દેશ–વિશ્ર્વના યાત્રિકો સોમનાથની મુલાકાત લઈ સુરક્ષા–સલામતી અને પોલિસની સેવાઓ નાગરિક લક્ષી બને તેના મોડલ રૂપ હશે. આ પોલિસ સ્ટેશનના પોલિસ જવાનોનો યુનિફોર્મ પણ કોર્પેારેટ કક્ષાનો હશે અને જરૂરત પડે યાત્રિકોને પૂછપરછમાં જાણકારી પણ આપશે. રાયમાં આવા ત્રણથી ચાર પોલિસ સ્ટેશનો બનનાર છે. જેમાં સોમનાથ, દ્રારકા અને અંબાજીનો સમાવેશ થાય છે. ગગનદિપ ગંભીર એમફિલનો અભ્યાસ હાલ ગાંધીનગર ઈન્સપેકટર જનરલ ઓફ પોલિસ એડમિનિસ્ટ્રેશન તરીકે કાર્યરત છે.