BREAKING NEWS

વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો: ૪૫૦ પેટી દારૂ ઝડપી લીધો

  • November 19, 2025 11:50 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
વેરાવળમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો જડપી લીધો છે. એસએમસીની ટીમે અહીં હુડકો વિસ્તારમાં દરોડો પાડી ૪૫૦ પેટી દારૂનો જથ્થો ઝડપી લીધો હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક પોલીસને ઉઘતી રાખી એસએમસીની ટીમે દારૂનો મોટો જથ્થો ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.


દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, આજરોજ વહેલી સવારના સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વેરાવળમાં દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. એસએમસીને ટીમે અહીં આવેલા હુડકો વિસ્તારમાં દારૂનો ૪૫૦ પેટીથી વધુનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે દારૂના જથ્થાની ગણતરી ચાલી રહી હોય આ અંગે હજુ એસએમસી દ્વારા સત્તાવાર માહિતી આપવામાં આવી છે. ગણતરી થયા બાદ એસએમસી દ્વારા દરોડા દરમિયાન દારૂની કેટલી બોટલો ઝડપી લેવામાં તેમજ કેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે તે અંગે માહિતી આપવામાં આવશે. સ્થાનિક પોલીસને ઉઘતી રાખી એસએમસીની ટીમે વેરાવળમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી લેતા ચકચાર મચી જવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application