ખંભાળિયા – જામનગર માર્ગ પર ગઈકાલે રાયના સ્ટેટ મોનીટરિંગ સેલના પોલીસ સ્ટાફે દરોડો પાડી અને દાતા ગામે ચાર શખ્સો દ્રારા મીલીભગત આચરીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા ડીઝલનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં પોલીસે ૧૯,૫૦૦ લીટર ડીઝલ ભરેલો ડીઝલનો ટાંકો, સ્કોર્પિયો મોટરકાર વિગેરે મળી, કુલ પિયા ૪૪.૧૩ લાખનો મુદ્દામાલ કબજે લઈ આ પ્રકરણમાં ચાર શખ્સોને દબોચી લીધા છે.
આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્રારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ખંભાળિયા તાલુકાના દાતા ગામ નજીકથી અનઅધિકૃત રીતે લાયસન્સ વગર ડીઝલનું વેચાણ થતું હોવા અંગેની માહિતી રાયના સ્ટેટ મોનિટરિંગ સેલ વિભાગને મળતા આ અંગે સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ સ્ટાફે શુક્રવારે બપોરના સમયે અહીં દરોડો પાડો હતો. યાંથી પોલીસે ખંભાળિયા તાલુકાના દાતા ગામે રહેતા અને ટેન્કરનું ડ્રાઇવિંગ કામ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા (ઉ.વ. ૨૪), દાતા ગામે રહેતા અને ખલાસી તરીકેનું કામ કરતા ત્રણ શખ્સો ભાવેશ રવાભાઈ સરસિયા (ઉ.વ. ૨૧) અને ધર્મરાજ ઉર્ફે ધમો જીતુભા જાડેજા (ઉ.વ. ૨૦) તથા પ્રદીપ ઉર્ફે પદીયો રવાભાઈ સરસિયા (ઉ.વ. ૧૯) નામના ચાર શખ્સોને ઝડપી લીધા હતા.
વધુમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપરોકત ચારેય આરોપીઓએ એકબીજાની મદદગારી કરી અને ગુનાહિત કાવતં રચીને ડીઝલના ટેન્કરોના ચાલકો સાથે મળીને ડીઝલના ટેન્કરોમાં ડીઝલનો જથ્થો ભરીને નીકળતા ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરવામાં આવતી હતી. આટલું જ નહીં, કંપનીમાંથી ડીઝલનો જથ્થો જે સ્થળોએ ખાલી કરવાનો હોય, ત્યાં ખાલી નહીં કરીને જે–તે ટેન્કર ચાલકો દ્રારા પોતાના માલિક સાથે વિશ્વાસઘાત કરવામાં આવતો હતો. જેમાં ઉપરોકત શખ્સો દ્રારા ડીઝલ ચોરી કરી તેમજ અન્ય શખ્સો પાસેથી કરાવીને આ જથ્થો દાતા ગામે રહેતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજાના મકાનના ફળિયામાં સંગ્રહ કરીને રાખવામાં આવતો હતો.
અહીં આરોપી શખ્સો દ્રારા કોઈપણ પ્રકારની ફાયર સેફટી કે અન્ય સાધનો રાખ્યા વગર તેમજ ડીઝલના સંગ્રહ–વેચાણ અંગે લાયસન્સ કે પરમિટ વગર ડીઝલનો જથ્થો સંગ્રહિત કરાયો હોવાનું જાહેર થયું છે. અહીંથી પોલીસે પિયા ૭૨ હજારની કિંમતના ૮૦૦ લીટર ભરેલા ૪ બેરલ તેમજ પિયા ૩,૬૦૦ ની કિંમતનો ૪૦ લિટર ડીઝલ ભરેલો એક કેરબો, ૫૦,૩૦,૨૦ લિટર ડીઝલ ભરેલા અન્ય કેરબાઓ પણ પોલીસે કબજે લીધા હતા.
આ ઉપરાંત આ સ્થળેથી પાંચ–પાંચ હજાર લિટરની ક્ષમતા વાળા કુલ ચાર ખાના સાથે ૨૦,૦૦૦ લિટરનું ટાટા કંપનીનું એક ટેન્કર પોલીસે કબજે લઈ તેમાંથી પિયા ૧૭,૫૫,૦૦૦ ની કિંમતનો ૧૯,૫૦૦ લીટર ડીઝલનો જથ્થો તેમજ . ૧૦,૦૦,૦૦૦ ની કિંમતનું ઉપરોકત ટેન્કર તથા પિયા ૧૫,૦૦,૦૦૦ ની કિંમતની જી.જે. ૩૭ એમ.બી. ૮૧ ૬૭ નંબરની સ્કોર્પિયો મોટરકાર તથા ડીઝલ કાઢવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્લાસ્ટિકની નળી, ડીઝલ માપવા માટેનું માપીયું, ગરણા, પાઈપ, હથોડી સહિતનો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવ્યો છે.
આ પ્રકરણમાં પોલીસે કુલ પિયા ૪૪ લાખ ૧૩ હજાર ૯૦૦ ના મુદ્દા માલ સાથે ઉપરોકત ચારેય આરોપીઓની અટકાયત કરી લીધી હતી. આ સમગ્ર પ્રકરણ અંગે ખંભાળિયા પોલીસે સ્ટેટ મોનિટરિંગ સેલના એ.એસ.આઈ. ફિરોજભાઈ બ્લોચની ફરિયાદ પરથી ઉપરોકત ચારેય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્રારા હાથ ધરવામાં આવી છે. ખંભાળિયામાં સ્ટેટ મોનિટરિંગ સેલના સ્ટાફ દ્રારા કરવામાં આવેલા આ નોંધપાત્ર દરોડાની કામગીરીએ સ્થાનિક વર્તુળમાં ભારે ચર્ચા સાથે ડીઝલ ચોરી કરતા તત્વોમાં ફફડાટની લાગણી પ્રસરાવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech