લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને રાજ્ય કક્ષાનો તાલીમ વર્કશોપ

  • December 07, 2023 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નિર્વાચન અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાયેલા વર્કશોપમાં મતદારયાદી, મતદાન મથકો, ઈવીએમ, પોસ્ટલ બેલેટ, ચૂંટણી સ્ટાફની વિગતો અને તાલીમ સહિતના વિષયો અંગે વિસ્તૃત માર્ગદર્શન

લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગર ખાતે મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીના અધ્યક્ષસ્થાને અધિક-નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં ચૂંટણી પ્રક્રિયા સાથે સંબંધિત વિવિધ પાસાઓ અને ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
મુક્ત, ન્યાયી અને પારદર્શી ચૂંટણીઓ માટે સંકલ્પબદ્ધ ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભાની આગામી ચૂંટણીઓના સરળ અને સુગમ સંચાલન માટે વિવિધ ચૂંટણી પ્રક્રિયાઓ સંદર્ભે અદ્યતન સુચનાઓ આપવામાં આવી છે. આ સુચનાઓનો રાજ્યભરમાં સુચારૂ અમલ થાય તે સુનિશ્ચિત કરવા મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા અધિક/નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીઓનો રાજ્યકક્ષાનો વર્કશોપ યોજાયો હતો.
આ એક દિવસીય તાલીમ વર્કશોપના પ્રથમ સત્રમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી આગોતરી તૈયારી અંગે જરુરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરીના વિવિધ અધિકારીઓ દ્વારા ક્ષતિરહિત મતદારયાદી અને તેની પ્રસિદ્ધિ, મતદાન મથકો પરની વ્યવસ્થાઓ, ઈવીએમના ડિસ્પેચથી લઈ તેના યોગ્ય સંગ્રહ અને ચૂંટણી સંચાલન માટેના સ્ટાફની વિગતો અંગે ભારતના ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી અદ્યતન સુચનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ વર્કશોપના બીજા સત્રમાં આઈ.ટી. ઍપ્લિકેશન્સ અને પોલીંગ સ્ટાફની તાલીમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વધુમાં લોકસભાની ચૂંટણીઓમાં મહત્તમ મતદાન થાય તે માટે તમામ વયજૂથના મતદારોમાં મતદાર જાગૃતિ કેળવવા સંદર્ભે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application