રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શનમાં ગીર સોમના જિલ્લ ાના અનેક ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને ઉત્તમ નફો રળી રહ્યાં છે. ઉના તાલુકાના કાજરડી ગામના વતની ચારણિયા ભાયાભાઈ રામભાઈએ પણ પ્રાકૃતિક ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ અપનાવી પ્રાકૃતિક કૃષિક્ષેત્રે કાઠું કાઢ્યું છે. જેી રાજ્યકક્ષાએ તેમની પસંદગી કરવામાં આવી છે. અને તેમને રાજ્યકક્ષાનો પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રનો બેસ્ટ આત્મા ફાર્મર્સ એવોર્ડ ૨૦૨૨-૨૩ એનાયત કરવામાં આવ્યો છે.
આત્મા ગુજરાત સબ-મિશન ઓન એગ્રીકલ્ચર એક્ષટેન્શન દ્વારા પ્રાકૃતિક ખેતીમાં ભાયાભાઈના આ યોગદાનને બીરદાવતાં ૫૦,૦૦૦ રૂ.નો પુરસ્કાર તેમજ પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યાં હતાં તેમજ કૃષિક્ષેત્રે વિકાસ તા રાજ્યની સમૃદ્ધિ માટે સરાહના કરવામાં આવી હતી. ભાયાભાઈ ૭ વર્ષી ખેતીના વ્યવસાય સો જોડાયેલા છે અને પોતાની કોઠાસૂઝ તેમજ સરકારના ખેતીવાડી, બાગાયત વિભાગ તેમજ આત્માના કર્મચારીઓના માર્ગદર્શન વડે ૧૩ વિઘામાં પ્રાકૃતિક ખેતી કરી સારૂ એવું ર્આકિ ઉપાર્જન કરી રહ્યાં છે.
ભાયાભાઈ ચોમાસામાં મગફળી, શિયાળામાં જુવાર, બાજરી, ઘઉં, ચણા તેમજ ઉનાળુ પાકમાં બાજરી, તલ મગ, અડદનું વાવેતર કરે છે અને હવે નવતર અભિગમ અપનાવી ૨ વિઘામાં મલ્ચિંગ કરી અને બાગાયત પાકો તરબૂચ, નાળિયેરી અને લિંબોળી તેમજ સિઝનલ શાકભાજીનું વાવેતર કરી પોતાની પ્રાકૃતિક ખેતીનું વિસ્તરણ કરશે. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ભાયાભાઈની પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે મહેનતને બીરદાવી હતી અને જિલ્લા સેવા સદન, ઈણાજ ખાતે રૂબરૂમાં શાલ ઓઢાડી તેમનું સન્માન કર્યું હતું. આમ, ભાયાભાઈ પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ખેતીના વિકાસમાં નવીનતા લાવી ઉચ્ચ સિધ્ધિ મેળવી જિલ્લાના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા આપી રહ્યાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech