5000ના પગારથી કારકિર્દી શરુ કરી, આજે કરોડોની નેટવર્થ

  • February 20, 2024 11:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

5000ના પગારથી કારકિર્દી શરુ કરી, આજે કરોડોની નેટવર્થ
આવતીકાલે લગ્ન બંધને બંધાવા જઇ રહેલી રકુલ પ્રીત સિંહ પાસે અને વૈભવી કાર્સનો કાફલો


રકુલ પ્રીત સિંહે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે. આજના સમયમાં નામની સાથે તેમની પાસે અઢળક સંપત્તિ પણ છે. એવું કહેવાય છે કે તેની પાસ મુંબઈથી હૈદરાબાદ સુધીની મિલકતો છે. 5000ના પહેલા પગારથી કારકિર્દી શરુ કરનારી રકુલ આજે કરોડોની નેટવર્થ ધરાવે છે. 2009માં રિલીઝ થયેલી કન્નડ ફિલ્મ ‘ગિલ્લી’થી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનારી રકુલ પ્રીત સિંહે સાઉથ સિનેમાથી લઈને બૉલીવુડ સુધી પોતાનું નામ બનાવ્યું છે. તેણે 2014માં રિલીઝ થયેલી ફિલ્મ ‘યારિયાં’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને હવે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટું નામ બની ગઈ છે. તેની અત્યાર સુધીની કરિયરમાં તેણે માત્ર નામ અને લોકપ્રિયતા જ નથી કમાઈ પરંતુ તેની સાથે તેણે ઘણી કમાણી પણ કરી છે.

ફિલ્મોમાં આવતા પહેલા તે મોડલિંગ કરતી હતી
હાલમાં તે પોતાના લગ્નને લઈને ચર્ચામાં છે. તે 21 ફેબ્રુઆરીએ અભિનેતા જેકી ભગનાની સાથે લગ્ન કરવા જઈ રહી છે. આ દરમિયાન અમે તમને જણાવીએ કે રકુલ પ્રીત કેટલી પ્રોપર્ટીની માલિક છે. ફિલ્મોમાં આવતા પહેલા તે મોડલિંગ કરતી હતી. તે સમયે તેને એક શૂટ માટે 5000 રૂપિયા મળતા હતા. આ તેમનો પહેલો પગાર હતો. પરંતુ 5 હજાર રૂપિયાથી શરૂ થયેલો આ ટ્રેન્ડ આજે કરોડો સુધી પહોંચી ગયો છે. આજે તેની નેટવર્થ ઘણી મજબૂત છે.

રકુલ પ્રીત સિંહની નેટવર્થ
રિપોર્ટ્સનું માનીએ તો રકુલ એક ફિલ્મમાં કામ કરવા માટે લગભગ 3 થી 4 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. કહેવાય છે કે તેમની કુલ સંપત્તિ 49 કરોડ રૂપિયાની આસપાસ છે. મુંબઈના બાંદ્રામાં તેમનું પોતાનું ઘર છે. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેમની પાસે હૈદરાબાદના જ્યુબિલી હિલ્સમાં 3BHK ફ્લેટ છે, જેની કિંમત લગભગ 3 કરોડ રૂપિયા છે.

રકુલ પ્રીત પાસે છે મોંઘી કાર
કહેવાય છે કે રકુલને કારનો પણ ખૂબ શોખ છે. રિપોર્ટ અનુસાર, તેમની પાસે 1 કરોડ રૂપિયાની મર્સિડીઝ બેન્ઝ GLE, 70 લાખ રૂપિયાની રેન્જ રોવર (સ્પોર્ટ્સ), 75 લાખ રૂપિયાની BMW 520D અને બીજી ઘણી મોંઘી કાર છે. જો કે તેના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો તેની પહેલી ફિલ્મ ‘યારિયાં’ સેમી-હિટ સાબિત થઈ હતી. તે પછી 2019માં તેની ફિલ્મ ‘દે દે પ્યાર દે દે’ આવી, જે હિટ રહી હતી. તે પછી તે ‘શિમલા મિર્ચી’, ‘અટેક પાર્ટ-1’, ‘રનવે-34’, ‘ડૉક્ટર જી’ અને ‘થેંક ગોડ’માં જોવા મળી હતી. પરંતુ તેની પાંચેય ફિલ્મો ફ્લોપ રહી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News