રેલવેના તેમજ રસ્તા-દબાણના વિવિધ પ્રશ્નો, ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને ભારતરત્ન આપવા ફરી માંગ , આલ્કોલ એશડાઉન પૂન: શરૂ કરવા સહિતની કેન્દ્રીય રેલવે મંત્રીને રૂબરૂ રજૂઆતો વંદેમાતરમ સેવા સંઘના ચેરમેન અને જિલ્લા ભાજપ પ્રવક્તા કિશોર ભટ્ટ સહિતનાઓ દ્વારા કરવામાં આવી હતી.
ભાવનગર અને બોટાદ તેમજ સૌરાષ્ટ્રના લોકોને ભગવાન રામલલ્લાના દર્શન કરવા ટ્રેન સુવિધાનો લાભ મળે તે માટે ભાવનગરથી અયોધ્યા સાપ્તાહિક ટ્રેન સત્વરે શરૂ થવી જોઈએ. તદઉપરાંત ભાવનગર- સુરત વંદે ભારત ડેઈલી ટ્રેન, ભાવનગર- ધ્રાંગધ્રા- કચ્છ-ભુજ ડેઈલી ટ્રેન પણ સત્વરે શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.
જ્યારે ભાવનગર-ઓખા ટ્રેન કે જે હાલ ભાવનગરથી રાત્રે ૧૦ કલાકે ઉપડે છે અને સવારે ૧૧-૩૦ કલાકે દ્વારકા પહોંચાડતી હોય, બપોરે ૧૨ કલાકે દ્રારકાધીશનું મંદિર દર્શનાર્થે બંધ થઈ જાય છે. ટ્રેન બપોરે ૩ કલાકે પરત આવતી હોય, જેના કારણે શ્રધ્ધાળુઓને દર્શનનો લાભ લેવા માટે ફરજીયાત રાત્રિ રોકાણ કરવું પડે છે. ત્યારે યાત્રાળુઓની સુવિધા, માટે ટ્રેનનો સમય ભાવનગરથી સાંજે ૭-૩૦થી ૮ વાગ્યા અને દ્વારકાથી પાંચ વાગ્યાની કરવા ભાજપના અગ્રણી અને વંદે માતરમ્ સેવા સંઘના ચેરમેન કિશોર ભટ્ટ, ભાજપના આગેવાન હરદેવસિંહ ગોહિલ પૂર્વ ડેપ્યુટી મેયર ઊંઉ શાહ, હિતેશભાઈ પરીખ, કૌશિકભાઈ અજવાળીયાએ ભાવનગર અને બોટાદના સાંસદ અને કેન્દ્રના રાજ્ય મંત્રી નીમુબેન બાંભણીયાને સાથે રાખી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવને રજૂઆત કરી ઉપરોક્ત માંગ કરી હતી.
તદઉપરાંત ભાવનગર જિલ્લાના અનેક પ્રાણ પ્રશ્નો જેવા કે ભાવનગર-સોમનાથ હાઈવેમાં મહુવાથી આગળના રસ્તાનું કામ શરૂ કરવા, ભાવનગર- અધેળાઈ-ધોલેરા- અમદાવાદના રસ્તાનું કામ ધોલેરાથી આગળ ધપાવવા, અંડરબ્રીજ, ઓવરબ્રીજના કામો, રેલ સુવિધાથી વંચિત જિલ્લાના તમામ તાલુકાઓ, બોટાદના ગઢડાને રેલવે લિકીંગ યોજના હેઠળ તેમજ ઘોઘા, તળાજા, મહુવાને સાગરમાળા યોજના હેઠળ સમાવવા, અલંગ શિપયાર્ડને રેલવે યોજનામાં જોડવા, બોટાદ- પાળિયાદ-જસદણ-ગોંડલ રેલવેની સુવિધા પુન: અમલી કરવાની માંગ કરવામાં આવી હતી.
વધુમાં ભાવનગરના જવાહર મેદાનને રાજ્ય સરકાર/કોર્પોરેશન હસ્તક સોંપવા, ભાવનગરની આલ્કોક એશડાઉન કંપનીને ભારત સરકાર હસ્તક પુન: શરૂ કરવા, ભાવનગરને મરિન યુનિવર્સિટી આપવા, શહેરના મુખ્ય માર્ગો પર વિકાસને રૂંધતા રેલવેના દબાણો દૂર કરવા તેમજ દેશને પ્રથમ રજવાડું અર્પણ કરનારા ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલને ભારતરત્ન આપવાની માંગ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ સમક્ષ દોહરાવવામાં આવી હતી.
અંદાજિત ૨૫ મિનિટ સુધી રેલ્વે મંત્રી સાથે બેસી કિશોર ભટ્ટે ઉપરોક્ત રજૂઆતો કરી હતી. રેલવેની સુવિધા માટે કિશોર ભટ્ટ છેલ્લા ૪૦ વર્ષથી લડત ચલાવી રહ્યા છે તે જાણી રેલ્વે મંત્રી પ્રભાવિત થયા હતા અને કિશોર ભટ્ટને અભિનંદન પાઠવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્તવ્ય માર્ગ પર ફરકાવ્યો ત્રિરંગો
January 26, 2025 10:40 AMપ્રજાસત્તાક દિવસે જમ્મુના MAM સ્ટેડિયમમાં બોમ્બની ધમકી, ઉપરાજ્યપાલ અહીં ધ્વજ ફરકાવશે
January 26, 2025 09:14 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:59 AMપ્રજાસત્તાક દિવસે 8 ગુજરાતી સહિત 1390 પદ્મ પુરસ્કારો એનાયત થશે
January 26, 2025 08:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech