ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝન દ્વારા પરમ પવિત્ર શ્રાવણ માસ નિમિતે રાજકોટ-સોમનાથ અને રાજકોટ-ઘેલા સોમનાથ રૂટની એક્સ્ટ્રા બસ સેવાનો પ્રારંભ કરાયો છે.
વિશેષમાં રાજકોટ વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકારના મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે આ નવી એક્સ્ટ્રા બસ સેવાને પ્રસ્થાન કરાવાયું હતું.
રાજકોટથી ઘેલા સોમનાથ જવા દરરોજ સવારે 8-30 કલાકે લોકલ એક્સ્ટ્રા બસ મળશે અને આ બસ ઘેલા સોમનાથથી રાજકોટ જવા માટે સવારે 10-30 કલાકે રિટર્ન થશે. જસદણ નજીક આવેલા ઘેલા સોમનાથનું રાજકોટથી અંતર 77 કિલોમીટર છે.
જ્યારે રાજકોટથી સોમનાથ જવા માટે દરરોજ સવારે 5-45 કલાકે એક્સપ્રેસ બસ મળશે અને આ બસ 11-45 કલાકે સોમનાથથી રાજકોટ રિટર્ન થશે. રાજકોટથી સોમનાથનું અંતર 206 કિલોમીટર છે.
ધર્મપ્રેમી જનતાને આ એક્સ્ટ્રા બસ સેવાનો લાભ લેવા એસટી તંત્ર દ્વારા અપીલ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પની જીત પછી ભારતીય મૂળની આ મહિલા પણ ચર્ચામાં, બની શકે છે અમેરિકાની સેકન્ડ લેડી
November 07, 2024 11:37 PMગુજરાતમાં નકલીની ભરમાર: હવે ભરૂચમાંથી ઝડપાયો નકલી ક્રાઈમ બ્રાન્ચ અધિકારી
November 07, 2024 10:39 PMગુજરાતમાં દારૂબંદી હોવા છતા આ જિલ્લામાં બહાર પડાયું ડ્રાય ડેનું જાહેરનામું, દારૂના વેચાણ પર પ્રતિબંધ
November 07, 2024 10:33 PMસોમનાથ ટ્રસ્ટની નકલી વેબસાઈટથી રહેજો સાવધાન, ઓનલાઈન બુકિંગ કરાવતા પહેલા રાખજો આ ધ્યાન
November 07, 2024 10:30 PMસેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત પ્રથમ રાજ્ય, કેન્દ્રએ 76000 કરોડનું જંગી બજેટ ફાળવ્યું
November 07, 2024 10:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech