ભાવનગર ખાતે આજે ડીજીપી બાસ્કેટ બોલ અને ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટીક્સ મીટ ૨૦૨૪ સ્પર્ધાનો આજે રાજ્યના ડીજીપી વિકાસ સહાય ની ઉપસ્થિતિમાં પ્રારંભ થયો હતો. ભાવનગર રેન્જ જેમાં ભાવનગર,બોટાદ અને અમરેલીના ૧૨૯૩ થી વધુ જવાનો આ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે.
પોલીસતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ સતત વ્યસ્તતાને લઈને માનસિક અને શારીરિક તણાવ ની અનુભૂતિ કરતા હોય છે. ત્યારે ભાવનગર ખાતે પ્રારંભ થયેલ ભાવનગર રેન્જ પોલીસ એથ્લેટીક્સ મીટ ૨૦૨૪ તણાવ માંથી મુક્તિ ની સાથે સાથે કર્મચારીઓ અને અધિકારીઓ સાથેના આંતરિક સંકલનમાં પણ વધુ મજબૂતી આપશે.ત્યારે આવા જ ખાસ ઉદેશ્ય સાથે યોજાયેલી પોલીસ એથ્લેટીક્સ મીટ ૨૦૨૪ સ્પર્ધાનો પ્રારંભ આજે ડીજીપી વિકાસ સહાયની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. જેમાં તેમની સાથે ત્રણેય જિલ્લાના એસપી,ડીવાયએસપી સહિતના અધિકારીઓ જોડાયા હતા. ત્રિદિવસીય સ્પર્ધામાં કુલ ૨૧૮ મહિલા પોલીસ કર્મચારીઓ સહિત કુલ ૧૨૯૩ સ્પર્ધાકો ભાગ નોંધાયા હતા. જેમાં ૧૦૦ મીટર, ૨૦૦ મીટર, ૪૦૦ મીટર દોડ,લાંબો કૂદકો,રસ્સા ખેંચ,ક્રિકેટ, બાસ્કેટબોલ જેવી સ્પર્ધામાં ભાગ લેશે. આજે મશાલ પ્રજજ્વલિત કરી તેમજ ખેલભાવના સાથેના શપથ ગ્રહણ કરાવી પોલીસ એથ્લેટીક્સ મીટ ૨૦૨૪ નો પ્રારંભ કરાવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech