કેલેન્ડર અને પંચાંગની પરંપરા: અત્યારથી જ આગામી દિવાળીના તારીખ્યું બનાવવાનું શરૂ

  • November 08, 2023 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોબાઈલ, લેપટોપ, કોમ્પ્યુટર અને ડિજિટલ વોચમાં તારીખ સમય વાર બધો જ ડેટા જોવા મળે છે તેમ છતાં આજે ડિજિટલ યુગમાં દિવાળીના સમયેમાં આવતા કેલેન્ડર અને પંચાંગ ખરીદવાની પરંપરા યથાવત જોવા મળી છે. એટલું જ નહીં કરોડો રૂપિયાના દેશ અને વિદેશથી રાજકોટમાં કેલેન્ડર અને પંચાંગ માટે આવે છે.


આજના કોમ્પ્યુટર યુગમાં દિવાળીનાં તહેવારોમાં ચોપડાપૂજનનું અનોખું મહત્વ છે. આપણે ત્યાં હજુ પણ હજુ પણ કોઈપણ કાર્ય માટે સારા મુહૂર્તો અને ચોઘડિયા જોવાની પરંપરા ચાલતી આવી છે. પ્રસંગો માટે લોકો પંચાંગ જોવાનું ભૂલતા નથી. રાજકોટના ચોપડાની દેશ જ નહીં વિદેશોમાં પણ ભારે ડિમાન્ડ છે.


દિવાળીની વિવિધ પ્રોડક્ટ્સ જેવી કે ડાયરી, કેલેન્ડરનાં ડટ્ટા, પંચાંગ અને રોજમેળ સહિતની વસ્તુઓ અમે બનાવીએ છીએ. આધુનિક સમયમાં પોકેટ કેલેન્ડર સહિતની અન્ય કેટલીક પ્રોડક્ટનું ઉત્પાદન પણ શરૂ કરાયું છે.વેપારીઓએ જણાવ્યું હતું કે, પહેલાંના સમયમાં કોઈ પ્રકારની ટેકનોલોજી નહીં હોવા છતાં હાથેથી એક એક અક્ષર ગોઠવી કેલેન્ડર, પંચાંગ સહિતની તમામ વસ્તુઓ તૈયાર કરવામાં આવતી હતી. જેમાં શરૂઆતથી સારા કાગળ અને સ્પષ્ટ અક્ષરો સહિત ગુણવતાનો પૂરો ખ્યાલ રાખવામાં આવતો હતો.


દિવાળીનો તહેવાર પૂર્ણ થયાનાં એક મહિના બાદ જ અમે આગામી દિવાળી માટેની તૈયારીઓ શરૂ કરીએ છીએ. અને આખું વર્ષ આ કામ ચાલુ રહે છે. જુલાઈની 15 તારીખથી 31 તારીખ સુધી અમે ઓર્ડર લેવાનું ચાલુ રાખીએ છીએ.માત્ર દિવાળીનાં તહેવારમાં જ આ વેપારમાં ટર્નઓવર અંદાજે બેથી અઢી કરોડ રૂપિયા થાય છે. અને પ્રતિવર્ષ તેમાં ખાસ્સો વધારો થઈ રહ્યો છે. હાલ આધુનિક યુગમાં આમ તો ચોપડા કોમ્પ્યુટરમાં જ લખાય છે. છતાં પરંપરા જાળવવા લોકો અમારા ચોપડા લઈ તેનું પૂજન કરતા હોય છે.

અગાઉ એપ્રિલથી માર્ચનું એકાઉન્ટિંગ વર્ષ થયાં બાદ ચોપડાપૂજનનું મહત્વ ઘટ્યું હતું. .નવું જનરેશન ત્રણેક ચોપડા લઈ તેનું પૂજન કરે છે. તેમજ યાદી લખવા ડાયરી અને રોજમેળની સાથે કેલેન્ડરનાં ડટ્ટા ખરીદવાનો આગ્રહ રાખે છે. પંચાંગ તૈયાર કરવામાં ઘણી નાની-નાની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમાં નાની ભૂલ પણ ગણતરી બગાડી શકે તેમ હોવાથી આ બાબતનો ખાસ ખ્યાલ રાખવો પડે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application