સ્ટાર કિડ્સનું ક્રિસમસ સેલિબ્રેશન

  • December 29, 2023 11:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ક્રિસમસથી જ બોલિવૂડમાં નવા વર્ષની પાર્ટીઓનો રંગ છવાઈ ગયો છે. ઘણા સ્ટાર્સ નવા વર્ષને આવકારવા માટે વિદેશ ગયા છે તો કેટલાક અહીં પોતાના મિત્રો સાથે ઉજવણી કરી રહ્યા છે. રાત્રે બાંદ્રામાં કેટલાક સ્ટાર કિડ્સ પાર્ટીમાં સાથે જોવા મળ્યા હતા.સ્ટાર્સના બાળકો પાર્ટી માટે બહાર આવી રહ્યા હતા ત્યારે પાપારાઝી ઓ ની નજરે ચડી ગયા હતા.  રવિનાની દીકરી રાશા ભીડને ટાળતી જોવા મળી હતી જ્યારે કોઈએ તેનો ચહેરો કેમેરાથી છુપાવ્યો હતો. તો બીજી તરફ સચિન ની દીકરી સારા ખુબ ખુશ હતી. ગુરુવારે રાત્રે ફિલ્મ સ્ટાર્સ અને ક્રિકેટરોના બાળકો તેમના ઘરની બહાર પાર્ટી કરવા આવ્યા હતા, સ્ટાર કિડ્સની ઘણી તસવીરો સામે આવી છે. સચિન તેંડુલકર ની દીકરી સારા અનેક સ્ટાર કિડ્સ સાથે ખુબ સારો ઘરોબો ધરાવે છે અને બધા ઘણી વાર સાથે પાર્ટી માં ભાગ લે છે.

આ સ્ટાર કિડ્સની ઘણી તસવીરો સામે આવી છે જેમાં રવિના ટંડનની દીકરીથી લઈને સચિન તેંડુલકરની પ્રિયતમ સારા તેંડુલકર પણ જોવા મળી રહી છે.જો ક સ્ટાર કિડ્સ એ ભીડને ટાળીને રેસ્ટોરન્ટ તરફ આગળ વધ્યા હતા. રવિનાની પુત્રી રાશા ટંડન ભીડને ટાળીને રેસ્ટોરન્ટ તરફ જતી જોવા મળી હતી.નજીકમાં બોડીગાર્ડ પણ જોવા મળ્યા હતા. આ તસવીરોમાં રાશા બિલકુલ રવીના જેવી દેખાઈ રહી છે. જો કે, તેમના અંગરક્ષકો પણ નજીકમાં ઉભા જોવા મળ્યા હતા. સારા કારની બહાર પાપારાઝી કેમેરામાં હસતી કેદ થઈ હતી. સારા તેંડુલકરની ફિલ્મ સ્ટાર કિડ્સ સાથે મિત્રતા ઘણી સારી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application