રાજકોટના રેસકોર્સ મેદાન પર આગામી તા.૨૪થી ૨૮ સુધી પાંચ દિવસ યોજાનારા લોકમેળામાં ચકરડી આરંભે જ અવળી ચાલવા લાગી હોય તે મુજબ આજે સ્ટોલ અને પ્લોટની ડ્રો અને હરાજી રખાઈ હતી જેમાં ડ્રોની કામગીરી સંપન્ન થઈ પરંતુ રાઈડસને લઈને ચક્કર અવળું ચાલ્યું છે. આ વખતે સુરક્ષાલક્ષી નિયમો વધુ કડક કરાતા રાઈડસધારકો હરાજીથી આજે અળગા રહ્યા હતા જેથી રાઈડસની જગ્યા માટેની હરાજી મોકૂફ રહી હોવાનું જાણવા મળે છે.
લોકમેળામાં આ વખતે અિકાંડની ઘટનાને ધ્યાને લઈને સુરક્ષા સબંધી વધુ ધ્યાન કેન્દ્રીત કરાયું છે. ગત વખત કરતાં સ્ટોલની સંખ્યામાં ૩૦ ટકા ઘટાડો કરાયો છે અને વધુ સ્પેસ મળી રહે એ રીતના લે–આઉટ પ્લાન તૈયાર થયો છે. રમકડા, આઈસ્ક્રીમ, ખાણીપીણી, નાની અને મધ્યમ ચકરડી, આઈસ્ક્રીમ ચોકઠા, ફત્પડ સ્ટોલ અને યાંત્રિક આઈટમ (રાઈડસ) માટેના સ્ટોલ અને પ્લોટસની માગણી માટે કુલ ૬૩૮ ફોર્મ ઉપડા હતા જેમાંથી ૫૨૨ ફોર્મ પરત આવ્યા હતા. કલેકટર તત્રં દ્રારા આજે સ્ટોલ અને પ્લોટ માટેની હરાજી તથા ડ્રો રાખવામાં આવ્યા હતા.
સવારે પહેલો રાઉન્ડ ડ્રોનો હતો જેમાં ટોટલ ૧૪૧ સ્ટોલમાં રમકડાંના ૧૨૦, મધ્યમ ખાણીપીણીના ૦૬, મધ્યમ ચકરડીના ૦૩ અને નાની ચકરડીના ૧૨ સ્ટોલનો ડ્રો થયો હતો. બપોરે આઈસ્ક્રીમ તેમજ અન્ય ફત્પડના મોટા સ્ટોલ અને રાઈડસની જગ્યા માટેની હરાજી થવાની હતી. ખાણીપીણીના ત્રણ સ્ટોલ માટે ૪ અરજીઓ આવી હતી. યારે આઈસ્ક્રીમના ૧૦ સ્ટોલમાં ૧૨ અરજીઓ આવી હતી એટલે આ સ્ટોલમાં ખાસ કોઈ હરિફાઈ થઈ ન હતી અને હરાજી હાથ પર લેવાઈ હતી. યારે નાની–મોટી રાઈડસ માટે ૯૬ રાઈડસ ધારકોએ જે–તે સમયે ફોર્મ ભરીને રસ દાખવ્યો હતો. આજે રાઈડસની હરાજી બાબતે રાઈડસ ધારકોએ મો ફેરવી લેતાં હરાજી મોકૂફ રહી હતી.
લોકમેળાનું આયોજન કરતાં કલેકટર તત્રં દ્રારા આ વખતે રાઇડસ માટે સુરક્ષાને લઈને નિયમો વધુ કડક કરાયા છે જેમાં ફાઉન્ડેશન ભરવા, રાઈડસની આવરદાના પ્રમાણપત્રો સહિતની વિગતો માગવામાં આવી છે. જેને લઈને રાઈડસધારકોમાં કચવાટ ઉદભવ્યો હતો. ગત ગુરુવારે જ રાઈડસધારકોએ એસડીએમને મળીને નિયમો હળવા કરવામાં આવે તેવી માગણી કરી હતી અને જો નિયમો હળવા નહીં થાય તો રાઈડસ ધારકો મેળામાં આવશે નહીં તેવું પણ કહેવાયું હતું. તેઓની માગણી વિશે સાહ દરમિયાન કોઈ નિર્ણય આવ્યો ન હતો આજે હરાજી રખાતા રાઈડસ ધારકોએ હરાજીમાં રસ દાખવ્યો ન હોવાથી હરાજી મોકૂફ રહી હોવાનું જાણવા મળે છે. બે દિવસ પહેલા જ કલેકટર પ્રભવ જોશીએ પણ આ બાબતે કહ્યું હતું કે, રાઈડસ અંગે ટેકિનકલ અભિપ્રાય બાદ કોઈ નિર્ણય લેવામાં આવશે.
આજે રાઈડસની હરાજી મોકૂફ રહેતા અને જો નિયમોમાં ફેરફાર નહીં થાય તો રાઈડસ રાખવામાં નહીં આવે તે વાતને લઈને રાઈડસ ધારકો અડગ છે જો કલેકટર તત્રં કે રાઈડસધારકો બન્નેમાંથી એકપણ બાંધછોડ નહીં કરે તો એવું બનશે કે આ વખતનો મેળો રાઈડસ વિનાનો જાણે પીછાં વિનાનો મોર હોય તેવો બની ન રહે અને જો રાઈડસ ન હોય તો મેળાની ખરી મજા પણ મારી જાય એ હકીકત છે જે મુદ્દાને ધ્યાને લઈને કોઈ વચલો માર્ગ કાઢવો જરૂરી છે.
લોકમેળાના નિયમો ખાનગી મેળા માટે પણ રહેશે કે લોલંલોલ?
રાજકોટ કલેકટર તત્રં દ્રારા યોજાતા લોકમેળામાં આ વખતે સલામતીને ધ્યાને લઈને થોડા નિયમો વધુ કડક કરાયા છે અને ૪૪ નિયમો સાથેની એસઓપી બનાવાઈ છે. સરકારી વિભાગ દ્રારા આયોજન હોય એટલે નિયમોની સખ્તતા કે પાલન કરાવાતું હોય છે યારે નાણા કમાવવા માટે યોજાતા ખાનગી મેળાઓમાં નિયમોની બાંધછોડ અથવા તો દે ધનાધન જેવું પણ રહેતું હોય છે. લોકમેળામાં જે નિયમો લાગુ પડા તે જ નિયમો માનવ જીંદગીથી વધુ કઈં નથી. માનવીઓની સુરક્ષા એ પહેલી પ્રાયોરીટી છે જેથી ખાનગી મેળાઓમાં પણ આવા જ નિયમો રહેશે કે પછી ખાનગી મેળાઓને તત્રં દ્રારા આખં આડા કાન કરીને લીલી ઝંડી આપી દેવાશે અને નિયમોના નામે લોલંલોલ ચાલશે કે કેમ? આવો પણ પ્રબુદ્ધોમાં સવાલ ઉઠો છે. સાથે એવી પણ માગણી ઉઠી છે કે નિયમમાં ખાનગી મેળાઓ પણ બંધાઈ રહે તે જોવાની ફરજ તંત્રવાહકોની છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech