ત્રણ શખ્સો સામે નોંધાવાતી પોલીસ ફરિયાદ
ઓખા મંડળના ભીમરાણા ગામે રહેતા 21 વર્ષીય એક યુવાન પર સમાધાન માટે આવેલા શખ્સોએ છરી વડે જીવલેણ હુમલો કરી, ગંભીર ઇજાઓ પહોંચાડવા સબબ ત્રણ શખ્સો સામે ધોરણસર ફરિયાદ નોંધાઈ છે.
આ પ્રકરણની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ મીઠાપુર તાબેના ભીમરાણા વિસ્તારમાં રહેતા સુમિતભા અભુભા કેર નામના 21 વર્ષના યુવાનના પરિવારની એક યુવતીના ઘર સામે ભરત અને નરેશ નામના બે શખ્સો બેસતા હતા.જે બાબત ફરિયાદી સુમિતભાએ નરેશને યુવતીના ઘર સામે નહીં બેસવા ફોન કર્યો હતો.
આ બાબતે તેઓ વચ્ચે ફોન પર બોલાચાલી થઈ હતી. આ અંગેનું સમાધાન કરવા માટે ભીમરાણા ગામે રહેતા આરોપીઓ શિવમ ઉર્ફે પપીયો, દિલીપ ચમડિયા અને કરણ કારા નામના ત્રણ શખ્સોએ સુમિતભાના રિક્ષામાં બેસીને તેમને આંગણવાડી પાસે રીક્ષા ઉભી રખાવી હતી. અહીં આરોપી શિવમએ સુમિતને જાનથી મારી નાખવાના ઇરાદાથી માથાના પાછળના ભાગે લોખંડનો પાઈપ ઝીંકીને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.
આ સાથે આવેલા આરોપી દિલિપે તેની પાસે રહેલી ધારદાર છરી વડે સુમિતભાને મારી નાખવાના ઈરાદાથી હુમલો કર્યો હતો. પરંતુ સુમિતભા ખસી જતા તેમને છરીનો ઘા ડાબા કાનની બુટ નીચે લાગ્યો હતો. જેથી તે લોહી લુહાણ થઈ ગયો હતો. આમ આરોપીઓએ બીભત્સ ગાળો કાઢી, બેફામ માર મારી, ઇજાઓ પહોંચાડ્યાની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી છે.
આ બનાવ અંગે પોલીસે તમામ ત્રણ શખ્સો સામે બી.એન.એસ. તેમજ જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પી.આઈ. તુષાર પટેલ દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાણવડ નજીક બોલેરોની અડફેટે વૃધ્ધ ઇજાગ્રસ્ત
ભાણવડ તાલુકાના ભેનકવડ ગામે રહેતા શામામંદભાઈ આરબીભાઈ વીઘાણી નામના 67 વર્ષના શ્રમિક ચાલીને ખેત મજૂરીએ જઈ રહ્યા હતા, ત્યારે આ માર્ગ પરથી પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 25 એ. 9983 નંબરના બોલેરોના ચાલકે તેમને અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થવા પામી હતી. આ બનાવ અંગે ભાણવડ પોલીસે બોલેરોના ચાલક સામે ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમદાવાદમાં ગુજરાતે દિલ્હીને 7 વિકેટે હરાવ્યું, સિઝનમાં પાંચમી જીત
April 19, 2025 11:07 PMઈસ્ટરના કારણે પુતિને યુક્રેન યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી, ધાર્મિક મહત્વ જાળવ્યું
April 19, 2025 11:03 PMકેનેડામાં બે જૂથો વચ્ચે ફાયરિંગમાં પંજાબની 21 વર્ષીય યુવતીનું મોત, બસ સ્ટોપ પર હતી ઉભી
April 19, 2025 11:00 PMરાજકોટ-સરધાર રોડ પર ગમખ્વાર અકસ્માત: માતા-પુત્રી સહિત 4નાં મોત, 3 ગંભીર રીતે ઘાયલ
April 19, 2025 10:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech