‘શ્રીમદ્ ભાગવત કથાથી માનવીઓમાં ધાર્મિકતા અને સંગઠનની વધે છે ભાવના’

  • November 20, 2024 01:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


‘ભાગવત કથાથી માનવીઓમાં ધાર્મિકતા અને સંગઠનની વધે છે’ ભાવના તેમ જણાવીને જુદી-જુદી સામાજિક સંસ્થાઓના ઉપક્રમે રાજકોટ ખાતે ભાગવત સપ્તાહ યોજાઇ હતી.
જીવનનગર વિકાસ સમિતિ. વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, શિવશક્તિ ધુન મંડળ, મહિલા મંડળના સંયુકત ઉપક્રમે જીવનનગર ચોકમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ગોવર્ધન પૂજામાં આસપાસની સોસાયટીના રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધર્મ અને વિજ્ઞાન રાષ્ટ્રહિતમાં ઉપયોગી, જ‚રી અને જીવનનગર સમિતિની અનેકવિધ પ્રવૃત્તિ  પ્રેરણાદાયી સાબિત થઇ છે તે સંબંધી મહેમાનોએ વિગત આપી હતી.
સમિતિના પ્રમુખ એડવોકેટ જયંત પંડયાએ શિવશક્તિ ધૂન મંડળને અભિનંદન આપી લોકહિતમાં જ‚રિયાતમંદોને ઉપયોગી વસ્તુઓ આપીને સમાજને રાહ બતાવ્યો છે. માનવમાત્રને ઉપયોગી થવુ તે સૌની ફરજ છે તે સંબંધી વાત કરી હતી. જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, મહાનગરપાલિકાના દંડક મનીષભાઇ રાડીયા, પ્લાનીંગ કમિટીના ચેરમેન ચેતનભાઇ સુરેજા, કોર્પોરેટર ની‚ભા વાઘેલા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, મહામંત્રી રત્નદીપસિંહ જાડેજા, મેહુલભાઇ નથવાણી વગેરેએ ભાગવત સપ્તાહની પૂજા કરી, દીપ પ્રાગટય કરી ગોવર્ધન ભગવાનની પૂજા-અર્ચના કરી મહાઆરતીમાં ભાગ લીધો હતો. સમિતિના  કાર્યોને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. મહિલા મંડળને વિશેષ શુભેચ્છા પાઠવી રાજ્ય કેન્દ્ર સરકારના વિકાસશીલ કાર્યક્રમોમાં ભાગ લેવા અનુરોધ કર્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application