વિશ્ર્વનું સૌપ્રમ સી પોર્ટ, સમુદ્રી બંદર કયાં બંધાયું હશે અને કોણે બાંધ્યું હશે એવો પ્રશ્ર્ન કરવામાં આવે તો જવાબ શું હોય ? દ્વારકા અંગે સંશોધન કરનાર પુરાતત્વશાી ડો.એસ.આર. રાવને જો પૂછવામાં આવે તો તેમનો ઉત્તર છે, દ્વારકામાં વિશ્ર્વનું સર્વપ્રમ સી પોર્ટ શ્રીકૃષ્ણએ બનાવ્યું. ડો.રાવે આ માટેના પુરાતત્વીય પુરાવાઓ પણ રજૂ કર્યા છે. તેમણે સમુદ્રમાં ડૂબેલી દ્વારકા શોધી કાઢી હતી અને પ્રમ વખત પુરાવાઓ સો એવું કહ્યું હતું કે, કૃષ્ણ કોઈ દંતકાના નામક નહોતા, તેઓ એક ઐતિહાસિક હસ્તી હતા. કૃષ્ણ સદેહે આ ભૂમિ પર ફર્યા છે. ઈતિહાસકારો અને પુરાતત્વશાીઓ બુધ્ધને દંતકાના પાત્ર ની માનતા, ઐતિહાસિક પાત્ર માને છે કારણ કે બુધ્ધની હયાતીના પુરાવાઓ તેમણે શોધી કાઢયા છે. પણ, કૃષ્ણ માટે આવા પુરાવાઓ શોધાયા નહોતા, શોધવા માટેના પ્રયાસો પણ અપુરતા હતા. ડો.રાવે જીવનના અંત સુધી દ્વારકા માટે સંશોધન કર્યું. તેમણે તો વિશ્ર્વમાં સૌપ્રમ ઈ હોય તેવી બે અન્ય બાબતો પણ શોધી કાઢી હતી. તેમનું કહેવું હતું, જગતમાં શહેરીકરણની શઆત કૃષ્ણએ દ્વારકામાં કરી અને લખાતી ભાષા પણ દ્વારકામાં જ શોધી કાઢવામાં આવી. ભાષા બાબતના ડો.રાવના દાવાને પુરાતત્વશાીઓનું સર્મન હજુ ની મળ્યું.
હવે પાંચ હજાર વર્ષ પહેલાંના ફલેશબેકમાં જઈએ. કૃષ્ણએ દ્વારકા વસાવી તે પહેલાં ગોમંતક પર્વત જતી વખતે તેમને પરશુરામ મળ્યા હતા. વિદ્વાનો એવી શંકા કરે છે કે પરશુરામ તો શ્રીરામના સમયમાં ઈ ગયા, કૃષ્ણના સમયમાં કઈ રીતે હયાત હોય. પણ કૃષ્ણનો સાળો કમી પરશુરામ પાસે ધનુર્વિદ્યા ભણ્યો હોવાનો અને બ્રહ્મા મેળવ્યું હોવાનો ઉલ્લેખ છે. પરશુરામે સુર્પારક નગરી વસાવી હતી જે સુર્પારક બંદર તરીકે વિખ્યાત ઈ હતી અને દેશ-વિદેશ સો સુર્પારકી વેપાર તો હતો. પરશુરામે કદાચ કૃષ્ણને દ્વારકા અંગે સૂચન કર્યું હોય અને બંદર બાંધવા પ્રેરિત કર્યા હોય એવું પણ બને. કૃષ્ણ જ્યારે ક્મિણીના સ્વયંવરમાં ગયા ત્યારે ગરુડ પણ ત્યાં પહોંચ્યા હતા અને જ્યારે કૃષ્ણ મુરા જવા નીકળ્યા ત્યારે હું સૌરાષ્ટ્ર, આનર્ત પ્રદેશનું વિહંગાવલોકન કરી આવું એમ કહીને ઉડયા હતા. મુરા જઈને ગડે કૃષ્ણને માહિતી આપી કે તમારા જ પૂર્વજ યાદવોની રાજધાની કુશસ્ળી અત્યારે વેરાન પડી છે, ત્યાં તમે તમારી રાજધાની સપી શકો. હરિવંશ પ્રમાણે સૂર્યવંશી ઈક્ષ્વાકુ વંશના હર્યશ્ર્વ રાજાના પુત્ર યદુના વંશના રાજાઓએ આનર્ત, નર્મદા, વિંધ્યાચળ વગેરે વિસ્તારોમાં પોતાના રાજ્યો વસાવ્યા હતા. આ વંશ પછીી ચંદ્રવંશી યાદવો સો ભળી ગયો હતો. કૃષ્ણના આ પૂર્વજોમાં રૈવત કકુદમી નામનો રાજા ઈ ગયો જેના નામ પરી રૈવતાચળ પર્વતનું નામ પડયું હતું.
કુશસ્ળીને કોઈ દાનવે નહીં, ક્મિણીના ભાઈ કમીએ ઉજ્જડ કરી હતી એવું હરિવંશના પપમાં અધ્યાયમાં કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રનું અવલોકન કરવા જતાં પહેલાં ગડે કૃષ્ણને કહ્યું હતું કે હવે હું રૈવત પર્વત નજીક આવેલી કુશસ્ળી નામની નગરી તરફ જઉં છું. આ નગરીની બાજુમાં નંદનવન જેવું સુંદર વન પણ છે (ગીરનું જંગલ ?) અને રૈવત નામનો પર્વત પણ છે. આ સુંદર નગરીને કમી દ્વારા ઉજ્જડ કરવામાં આવી છે. પર્વત અને સમુદ્રના કિનારા પર તે રહેલી છે. વૃક્ષો, ગુલ્મો, ગુચ્છાઓ, વેલીઓી તે છવાયેલી છે અને હાીઓ, રીંછો, ભૂંડો વગેરે પ્રાણીઓ તેમાં વસે છે પરંતુ નગરી આપને વસવા યોગ્ય છે. ચારેબાજુી જોયા બાદ આપને તે ઉત્તમ જણાય એવી સંભાવના છે. એટલે એ નગરીમાં વસવાટ કરવામાં નડતરપ જે કશું છે એને સાફ કરવા હું ત્યાં જઉં છું. ગડે કુશસ્ળી અને આનર્ત પ્રદેશનું નિરીક્ષણ કર્યા પછી મુરા જઈને કૃષ્ણને રિપોર્ટ આપ્યો તેમાં દ્વારકાનું ભૌગોલિક સન અને તેનો વિસ્તાર સમજી શકાય છે: એ વિશાળ નગરી કુશસ્ળી સમુદ્રના જલપ્રાય પ્રદેશમાં આવેલી છે. તેનો પૂર્વ તા ઉત્તરનો કિનારો જળી તરબોળ હોવાી શીતળ છે. તેની ચારે બાજુ સમુદ્ર છે એટલે તેને દેવોી પણ જીતી શકાય તેમ ની. નગરી કિલ્લાી સુરક્ષિત છે અને કિલ્લાની ફરતે પણ ખાઈ છે. તેના દરવાજા વિશાળ છે અને તેના ઉપર સંરક્ષણ માટેના યંત્રો ગોઠવાયેલા છે. એટલે હે દેવ, તમે એ રૈવત પર્વત વિસ્તારમાં વસવાટ કરીને સ્વર્ગભૂમિ જેવો બનાવો. ત્યાં તમારી કુંવરીઓ હરીફરી શકશે અને તેમની ખ્યાતિ શે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMઅમદાવાદમાં વકફ સુધારા બિલનો વિરોધ, ‘સરમુખત્યારશાહી નહીં ચાલે’ના સુત્રોચ્ચાર, 50ની અટકાયત
April 04, 2025 05:52 PMઘરે જ સ્ટીમ ફેશિયલથી મેળવો ચમકતી ત્વચા, નહિ રહે પાર્લરમાં જવાની જરૂર
April 04, 2025 05:06 PMઈંડા અને તેલ વગર આ 5 રીતથી બનાવો મેયોનીઝ
April 04, 2025 04:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech