રાસરંગના સંગાથે નવરાત્રિ મહોત્સવ માણતા ખેલૈયાઓ

  • October 20, 2023 10:53 AM 

માડી તારા મંદિરયામાં ઘંટારવ વાગે.....!: જિલ્લાનું નંબર વન સાંધ્ય દૈનિક આજકાલ મિડીયા પાર્ટનર સંગ નીમીત જેઠવા સોલંકી બ્રધર્સ સંગાથે રાસોત્સવ




જામનગર જિલ્લાનું નંબર વન સાંધ્ય દૈનિક આજકાલ મિડીયા પાર્ટનર સંગ નીમીત જેઠવા, સોલંકી બ્રધર્સ,કોમલ સોમૈયા, હરેશ સોની દ્વારા સાઢીયા પુલ પાસે આવેલ કિચન એઈજ પાર્ટી પ્લોટ ખાતે રાસ રંગ અર્બન નવરાત્રિ જામનગરના રાસોત્સવ પ્રેમીઓ ઉજવી રહ્યા છે.


અદ્યતન સાઉન્ડ સિસ્ટમ, હરીયાળી લોન, અત્યાધુનિક લાઈટિંગ શણગાર,સુશોભન રઢીયાળી રાતે ''પાણી ગ્યાતા રે બેની અમે તળાવના રે'' જેના તાલને ચાલને સંગાથે યુવા હૈયાઓ જોમ જુસ્સાથી રાસોત્સવ માણી રહ્યા છે.આ રાસ રંગ અર્બન નવરાત્રી મહોત્સવમાં રોજેરોજ શહેરની નામાંકિત વ્યક્તિઓ ઉપસ્થિત રહીને આયોજકો તેમ જ ખેલૈયાઓનો ઉત્સાહ વધારી રહ્યા છે.


કોમલ સોમૈયા અને નીમીત જેઠવા સોલંકી બ્રધર્સ,હર્ષ સોનીના જબરજસ્ત આયોજન સંગાથે મીડિયા પાર્ટનર આજકાલ,ડેકોર પાર્ટનર ઝકાસસસ,યશ ડીઝાઈન,નેક્યુસ ઈનકોર્પોરેશન,રૂદ્ર એન્ટરપ્રાઈઝ,રવી ગોલ્ડન ચા,ક્રોપીનો,પ્રથમ કોર્પોરેશન,શુભમ જ્વેલર્સ,અરિહંત કન્સલ્ટિંગ સર્વિસ,સાગર બોદર કોર્પોરેશન,માધવ વિલા-૪, શ્રી હરી સ્ટોન ક્રશરની સ્પોન્સરશીપ દ્વારા ખૂબ જ સુંદર આયોજન સાથે રાસ રંગ અર્બન નવરાત્રી મહોત્સવને જામનગરના લોકો માણી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application