સમર બોનાન્ઝા; રેસકોર્સ સહિતના મ્યુનિસિપલ સ્પોર્ટસ સંકુલમાં ૧૦,૪૮૭ રમતવીરોની ખેલકૂદ

  • April 10, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના રેસકોર્સ સહિતના મ્યુનિસિપલ સ્પોટર્સ સંકુલોમાં હાલ ઉનાળુ સત્રમાં કુલ ૧૦૪૮૭ રમતવીરોનું રજિસ્ટ્રેશન થયું છે જેમાં સૌથી વધુ મેમ્બર્સ સ્વિમિંગ પુલ્સમાં નોંધાયા છે અને સૌથી ઓછા ફકત છ મેમ્બર્સ વોલીબોલ કોર્ટમાં નોંધાયા છે. વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી સૂત્રોએ જણાવ્યું હતું કે રાજકોટ શહેરનાં લોકોની સુખાકારી માટે રેસકોર્ષ સંકુલ તથા શહેરનાં અન્ય વિસ્તારોમાં આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની વિવિધ રમત ગમતની સુવિધાઓ ડેવલપ કરવામાં આવેલ છે. આ આંતરરાષ્ટ્ર્રીય કક્ષાની સુવિધાઓમાં સિન્થેટીક એથ્લેટીક ટ્રેક, સિન્થેટીક ટેનીસ કોર્ટ, બાસ્કેટબોલ કોર્ટ,વોલીબોલ કોર્ટ તથા વિવિધ જીમ તથા સ્નાનાગારોનો સમાવેશ થાય છે. રજીસ્ટ્રેશનની પ્રકિયા તા.૨૭–૩–૨૦૨૪થી શ થયાના માત્ર ૧૫ દિવસમાં જ કુલ ૧૦,૪૮૭ શહેરીજનો દ્રારા પોતાના આરોગ્ય પ્રત્યે સજાગ બનીને વિવિધ રમત ગમતની સુવિધામાં નોંધણી કરાવી છે અને હજુ પણ સતત ધસારો પૂછપરછ ચાલુ છે

કયા સ્પોર્ટસ સંકુલમાં આજ દિવસ સુધીમાં કેટલા મેમ્બર્સનું રજિસ્ટ્રેશન

૧ સિન્થેટીક એથ્લેટીક ટ્રેક રેસકોર્ષ ૨૫૧૬
૨ સિન્થેટીક ટેનીસ કોર્ટે રેસકોર્ષ ૪૦
૩ સિન્થેટીક બાસ્કેટબોલ કોર્ટ રેસકોર્ષ ૮૫
૪ વિવિધ જિમ્નેશિયમ ૮૮૩
૫ વોલીબોલ કોર્ટ ૬
૬ કોઠારીયા રોડ સ્વિમિંગ પુલ ૧૯૨૫
૭ કાલાવડ રોડ સ્વિમિંગ પુલ ૨૫૩૮
૮રેસકોર્ષ સ્વિમિંગ પુલ ૧૯૦૨
૯ પેડક રોડ સ્વિમિંગ પુલ પ્રવેશ તા.૧૨થી શ થશે
૧૦ સાધુ વાસવાણી રોડ સ્વિમિંગ પુલ ૫૬૯
તમામ સંકુલના કુલ મેમ્બર્સની સંખ્યા ૧૦,૪૮



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application