BREAKING NEWS

રેસકોર્સ-મવડી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સ્કવોશ, ટેબલ ટેનિસ, શૂટિંગ જેવી રમતની સુવિધા શરૂ

  • April 30, 2026 08:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકા તથા સ્પોટર્સ ઓથોરિટી ઓફ ગુજરાતની સંયુક્ત 7 એસ.પી.વી. રાજકોટ સ્પોટર્સ પ્રમોશન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત અટલ બિહારી વાજપેથી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મવડી ખાતે શહેરના રમતપ્રેમી નાગરિકો અને યુવા ખેલાડીઓને વધુ આધુનિક અને ઉચ્ચ સ્તરની રમતગમત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સતત પ્રયત્નો થઈ રહ્યા છે.
હાલમાં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે બેડમિન્ટન કોર્ટ, વોલીબોલ કોર્ટ, બે લોન ટેનીસ કોર્ટ, બાસ્કેટ બોલ કોર્ટ તેમજ કબડ્ડી માટે મેમ્બરશીપ અને કોચીંગ બેચ સફળતાપૂર્વક ચાલી રહ્યા છે, જેને શહેરના રમતપ્રેમીઓ તરફથી સારો પ્રતિસાદ પ્રાપ્ત થઈ રહ્યો છે.
આ રમતગમત સુવિધાઓને વધુ વિસ્તુત બનાવવાના હેતુસર હવે અટલ બિહારી વાજપેવી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, મવડી ખાતે સ્ક્વોશ, ટેબલ ટેનીસ તથા શુટીંગ જેવી નવી રમતોની સુવિધા શરુ કરવામાં આવનાર છે. જેના પરિણામે રાજકોટ શહેરના યુવાનોને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય રમતોમાં તાલીમ મેળવવાની ઉત્તમ તક પ્રામ થશે. આ નવી સુવિધા
અંતર્ગત સ્ક્વોશ તથા ટેબલ ટેનીસ માટે દ્વિમાસિક મેમ્બરશીપની વ્યવસ્થા શરુ કરવામાં આવી રહી છે, જ્યારે શુટીંગ રમત માટે કોચીંગ બેચ શરૂ કરવામાં આવશે. આ તમામ નવી બેચ તથા મેમ્બરશીપ તા.૧-૫-૨૦૨૬થી કાર્યરત બનશે.
તે ઉપરાંત અગાઉથી ઉપલબ્ધ રમતોમાં પણ નવા માસિક કોચીંગ બેચ શરુ કરવામાં આવશે. જેમાં બેડમિન્ટન,
લોન ટેનીસ, વોલીબોલ, બાસ્કેટબોલ, કબકી તથા નવી શરૂ થનાર શુટીંગ રમતનો સમાવેશ થાય છે. અનુભવી કોચીસના માર્ગદર્શન હેઠળ તાલીમ આપવામાં આવશે જેથી શહેરના ખેલાડીઓ પોતાની પ્રતિભા વધુ નીખારી શકે. ઉપરોક્ત તમામ રમતો માટે દ્વિમાસિક મેમ્બરશીપ તથા માસિક કોચીંગ બેવ માટેનું રજીસ્ટ્રેશન આજે ગુરુવારે સવારે ૧૧:૦૦ કલાકથી શરુ કરવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે ઓનલાઈન તથા ઓફલાઈન બંને પ્રકારની નોંધણી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.
રમતપ્રેમીઓ રાજકોટ મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ www.rmc.gov.in તથા મોબાઈલ એપ્લિકેશન RMC Citizen મારફતે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના તમામ
સિવિક સેન્ટર તથા વોર્ડ ઓફિસ ખાતે ઓફલાઈન નોંધણી પણ કરાવી શકાશે.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રમતગમતની સંસ્કૃતિ વધુ મજબૂત બને, પુવાનોમાં ફિટનેસ અને સ્પર્ધાત્મકતા વધે તેમજ ખેલાડીઓને શહેરમાં જ આધુનિક સુવિધાઓ પ્રાપ્ત થાય તે માટે સતત નવી પહેલ કરવામાં આવી રહી છે. શ્રી અટલ બિહારી વાજપેયી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ શહેરના રમતગમત ક્ષેત્રે એક આધુનિક કેન્દ્ર તરીકે વિકસી રહ્યું છે, જ્યાં વિવિધ રમતો માટે ઉચ્ચ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના તમામ રમતપ્રેમી નાગરિકો, વિદ્યાર્થીઓ અને યુવા ખેલાડીઓને આ નવી રમતગમત સુવિધાઓનો લાભ લેવા તથા સમયસર રજીસ્ટ્રેશન કરાવવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application