પેરિસ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ અરશદ નદીમના નામે બનશે સ્પોર્ટ્સ સિટી

  • August 10, 2024 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પેરિસ ઓલિમ્પિક-2024માં પાકિસ્તાનને ઐતિહાસિક સફળતા અપાવનાર પાકિસ્તાનના અરશદ નદીમે બધાને ચોંકાવી દીધા હતા. ભાલા ફેંકમાં નદીમે ફાઇનલમાં 92.97ના થ્રો સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. 32 વર્ષ પછી ઓલિમ્પિકમાં પાકિસ્તાનનો આ પહેલો મેડલ છે અને જેવલિન થ્રોમાં પણ તેનો પહેલો મેડલ છે. આ ઐતિહાસિક સિદ્ધિ બાદ નદીમ પર પૈસાનો વરસાદ થયો છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી મરિયમ નવાઝે નદીમને 10 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.


પ્રથમ પ્રયાસમાં ફાઉલ કરનાર નદીમે બીજા પ્રયાસમાં 92.97નો થ્રો ફેંક્યો હતો. આ પછી અન્ય ખેલાડીઓ પર દબાણ આવ્યું અને તેઓ નદીમની નજીક પણ જઈ શક્યા નહીં. નીરજે 89.45ના થ્રો સાથે સિલ્વર જીત્યો હતો, પછી તેણે નદીમ સુધી પહોંચવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહોતો.


નદીમના નામે બનાવવામાં આવશે સ્પોર્ટસ સિટી

પાકિસ્તાનને ઐતિહાસિક સફળતા અપાવનાર નદીમનું નામ હવે સુવર્ણ અક્ષરોમાં લખાયેલું છે અને નવાઝે પણ નક્કી કર્યું છે કે આખા પાકિસ્તાને નદીમને હંમેશ માટે યાદ રાખવો જોઈએ. આ માટે તેઓએ તેમના શહેર ખાનવાલમાં નદીમના નામ પર સ્પોર્ટ્સ સિટી બનાવવાનું નક્કી કર્યું છે.


નદીમ માટે પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવાનું સપનું સાકાર કરવાનું સરળ નહોતું. આ માટે તેણે અનેક સંઘર્ષ કરવા પડ્યા હતા. પેરિસ ઓલિમ્પિક માટે નવો ભાલા ખરીદવા માટે તેણે જનતાની મદદ લેવી પડી. આ એવી સ્થિતિ હતી જ્યારે નદીમ કોમનવેલ્થ ગેમ્સ-2022માં ગોલ્ડ અને વર્લ્ડ ચેમ્પિયનશિપ-2023માં સિલ્વર જીતવામાં સફળ રહ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application