ઉધોગનગરમાં વીજ સબડિવિઝનને બે ભાગમાં વિભાજીત કર

  • September 12, 2024 04:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પોરબંદરના ઉધોગનગરમાં વીજ સબડિવિઝનને બે ભાગમાં વિભાજીત કરવા માટે માંગ થઇ છે.
પોરબંદર જી.આઇ.ડી.સી. ઇન્ડસ્ટ્રીયલ વેલ્ફેર એસોના ચેરમેન પુંજાભાઇ ઓડેદરા, પ્રમુખ જીણુભાઇ દયાતર અને સેક્રેટરી ધીરુભાઇ કક્કડે ઉર્જામંત્રીને કરેલી રજૂઆતમાં જણાવ્યુ છે કે પોરબંદર ઔધોગિક વસાહતમાં આવેલ  સબડિવિઝનમાં અંદાજે ૩૦ હજારથી ૩૫ હજાર એવા ગ્રાહકો આવેલ છે.
જે એક સબસ્ટેશનમાં વધુ પ્રમાણમાં હોય છે. હજુ પણ આ એરિયામાં ડેવલોપીંગ ચાલુ છે. હજુ ગ્રાહક વધવાની શકયતાઓ વધુ છે. જે આવેલ છે તે સપ્ટેશનમાં બે ભાગમાં વેચવામાં આવે તો ઉધોગનગરમાં વારંવાર ફોલ્ટ આવતા ઘણાખરા ઓછા થાય તેમ છે. માટે નીચે મુજબના મુદાઓ ધ્યાને લઇને આગળની કાર્યવાહી કરવા આપને અમારી અપીલ છે.
પોરબંદર દરિયાકાંઠાનો વિસ્તાર આવેલ છે તેથી ખારાશને કારણે વધુને વધુ ફોલ્ટ આવવાની શકયતા રહે છે. જી.આઇ.ડી.સી.માં પી.જી.વી.સી.એલ. ની ઓફિસ કાર્યરત ૨૦૦૫માં થઇ ત્યારે તેમાં ૨૮નો સ્ટાફ હતો આજે ૨૦૨૪માં પણ ૨૮નો સ્ટાફ છે અને ગ્રાહકમાં કૂદકે ભૂસકે ઘણો વધારો થયો છે., આ સબસ્ટેશનમાં કુલ પાંચથી સતર ફીડર આવેલ છે જેમાં લકડીબંદર, સુભાષનગર, કડીયાપ્લોટ, સાન્દીપનિ જી.આઇ.ડી.સી, સુકાડા, એરપોર્ટ વગેરે  જે સબસ્ટેશનથી પાંચથી સાત કિલોમીટર ત્રિયામાં આવેલા છે. તો આપ જાણી શકો છો કે એરીયો ખુબજ મોટો છે. તેથી તેના ફોલ્ટ અંગે પહોંચી વળવા ખુબ જ વધુ સમય લાગે છે. તેથી ઉધોગનગરમાં આવતા ફોલ્ટ માટે બે કલાક કે તેથી વધુ સમય રાહ જોવી પડે છે.
પોરબંદર સર્કલમાં ૧૭ જેટલા સપ્ટેશન આવે છે તેનો કુલ રેવન્યુ ૫૦૦ કરોડની છે. તેમાં ૧૬ સબડિવિઝનની રેવન્યુ ૪૦૦ કરોડ થાય છે. અમારા જી.આઇ.ડી.સી.માં આવેલ સપ્ટેશન ૧૦૦ કરોડ રેવન્યુ જનરેટ કરે છે. તો આપ સમજી શકો છો કે જી.આઇ.ડી.સી. સબસ્ટેશનમાં કેટલો લોડ હશે?
ઉપરોકત બાબતે જણાવવાનું કે આ વિસ્તારમાં આવતા ગ્રાહક દ્રારા ચોરીનું પ્રમાણ નહીવત છે. જેથી રેવન્યુ ખુબ સારો છે તે અમારા વસાહતમાં ૨૪ કલાક ચાલતા યુનિટ પણ આવેલ છે તેને પાવર બધં રહે તે પરવડે તેમ નથી.પી.જી.વી.સી.એલ.ના વારંવાર ફોલ્ટના કારણે તેમજ રીપેરીંગ માટે ખુબજ હાડમારીપૂર્વક સમય લાગતો હોય તેથી અમારા વસાહતમાં નવા મોટા યુનિટ આવવા તૈયાર થતા નથી. ઉપરોકત બાબતે તમામ મુદાઓને ધ્યાને લઇ અને આ સબ ડિવિઝન બે ભાગમાં વિભાજીત કરી ઉધોગિક વસાહતને ઉધોગિક ક્ષેત્રે સબડિવિઝન કરી આપવામાં આવે તો ઉધોગકારોને સારી સર્વિસ મળી રહે અને સારી રીતે તેનો વેપાર કરી શકે. તો આ અંગે યોગ્ય નિર્ણય લઇ અમારી આપણતી સાંભળવા અપીલ છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application